શું SRH હૈદરાબાદ છોડીને આ શહેરમાં શિફ્ટ થશે?

IPL 2025: આંધ્ર ક્રિકેટ એસોસિએશને સનરાઇઝર્સ હૈદરાબાદને નવું હોમગ્રાઉન્ડ ઓફર કર્યું છે. હૈદરાબાદની ટીમને ઓફર કરવામાં આવી છે કે જો તે હોમ ગ્રાઉન્ડ બદલવા માંગે છો તો તે વિશાખાપટ્ટનમને પસંદ કરી શકે છે. SRH ફ્રેન્ચાઇઝીને ડિસ્કાઉન્ટનું પણ વચન આપવામાં આવ્યું છે.
આ પણ વાંચો: પ્રધાનમંત્રી મોદીએ થાઈલેન્ડના PMને શું આપી ભેટ? જાણો આ ગિફ્ટની ખાસિયત
તેલંગાણાના મુખ્યમંત્રીએ તપાસના આદેશ આપ્યા
તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ આ મામલાની તપાસ માટે આદેશ આપ્યા છે. કાવ્યા મારનની આગેવાની હેઠળની SRH ટીમને તેમનું હોમ ગ્રાઉન્ડ બદલવાની ઓફર કરવામાં આવી છે. વિશાખાપટ્ટનમનું VDCA ક્રિકેટ સ્ટેડિયમ IPL 2025માં દિલ્હી કેપિટલ્સનું બીજું હોમ ગ્રાઉન્ડ પણ છે. બીજી બાજૂ આંધ્ર ક્રિકેટ એસોસિએશને તાજેતરમાં વિશાખાપટ્ટનમના મેદાનમાં નવું કામ હાથ ધર્યું છે. જેના કારણે અમૂક સુવિધાઓનો અભાવ છે. વિઝાગ સ્ટેડિયમમાં હાલમાં 28,000 લોકોની બેસવાની ક્ષમતા છે. જેના કારણે આવનારા પ્રેક્ષકોની સંખ્યામાં ઘટાડો થશે. ત્યાં મેચ રમીને, SRH ટીમને દરેક IPL મેચમાં 3 કરોડ રૂપિયાનું નુકસાન થઈ શકે છે.