SRHએ IPLના ઈતિહાસમાં પ્રથમ વખત આ કારનામું કર્યું!
IPL 2024: બેંગ્લોરની ટીમ અને હૈદરાબાદની ટીમ વચ્ચે ગઈ કાલે મેચ હતી. જેમાં હૈદરાબાદની ટીમને 35 રનથી હારનો સામનો કરવાનો વારો આવ્યો હતો. આ વખતની સિઝનમાં 8મી મેચમાં 3 વાર હારનો સામનો કરવાનો વારો હૈદરાબાદની ટીમને આવ્યો હતો. હૈદરાબાદની હાર થઈ હતી એમ છતાં ચોક્કસ યાદીમાં તેણે પોતાનું સ્થાન નક્કી કરી લીધું છે.
શાનદાર પ્રદર્શન કર્યું
ઈન્ડિયન પ્રીમિયર લીગની 17મી સીઝનમાં હૈદરાબાદની ટીમનું શાનદાર પ્રદર્શન જોવા મળ્યું હતું. અત્યાર સુધીમાં હૈદરાબાદની ટીમે 8 મેચ રમી હતી. જેમાં 3માં હાર અને 5માં જીત મેળવી હતી. ગઈ કાલની મેચમાં 35 રને હાર મળી હતી. એમ છતાં એક એવી વસ્તું બની છે કે જેના કારણે 17મી સિઝનમાં આવું કરનારી પ્રથમ ટીમ બની હતી. હૈદરાબાદની ટીમની બેટિંગ જોરદાર જોવા મળી રહી છે.
આ પણ વાંચો: IPL 2024: જીત બાદ RCB કેપ્ટને શું કહ્યું?
આ સિદ્ધિ મેળવી
IPLના ઈતિહાસમાં પ્રથમ વખત એવું બન્યું કે હૈદરાબાદની ટીમે 100 સિક્સ ફટકારી છે. હૈદરાબાદની ટીમે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામેની મેચમાં કુલ 9 છગ્ગા ફટકાર્યા હતા. આ સાથે જે આ ટીમ IPLની 17મી સિઝનમાં 100 સિક્સર પુરી કરનાર પહેલી ટીમ બની ગઈ હતી. જોકે આ યાદીમાં મુંબઈની ટીમ પ્રથમ સ્થાન પર છે. IPL 2024માં 41 મેચ પછી સૌથી વધુ સિક્સર મારનાર ટીમની વાત કરવામાં આવે તો પહેલા સ્થાન પર સનરાઇઝર્સ હૈદરાબાદ – 108 છગ્ગા છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર – 90 છગ્ગા, દિલ્હી કેપિટલ્સ – 86 છગ્ગા, મુંબઈ ઈન્ડિયન્સ – 85 છગ્ગા, કોલકાતા નાઈટ રાઈડર્સ – 69 છગ્ગા માર્યા છે.