June 30, 2024

Banaskanthaમાં વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈ પોલીસ અને RTO વિભાગની સ્પેશિયલ ડ્રાઇવ

રતનસિંહ ઠાકોર, બનાસકાંઠા: આજથી રાજ્યમાં ઉનાળુ વેકેશન બાદ શાળાઓનું સત્ર શરૂ થયું છે. બનાસકાંઠાની 2600 શાળાઓ આજે બાળકોથી ધમધમી ઉઠશે. જોકે આ બાળકોને વિદ્યાર્થીઓની સેફટી અને સુરક્ષાને લઈને જિલ્લા શિક્ષણ વિભાગે આરટીઓ અને પોલીસને પરિપત્ર મોકલ્યો હતો અને વાહનોની ચકાસણી કરવાનું પણ કહ્યું હતું. જેને લઇને પોલીસ અને આરટીઓ વિભાગે સ્પેશિયલ ડ્રાઇવ કરી હતી અને કેપીસીટી કરતાં વધુ વિદ્યાર્થીઓને બેસાડનાર વાહનો સામે દંડનિય કાર્યવાહી કરી હતી અને સૂચના આપી હતી. સાથે સાથે સ્કૂલ બસો કે જેના પરમિટ ન હોય તેવા વાહનોને દંડનિય કાર્યવાહી અને ડીટેન કરવામાં આવ્યા હતા. જોકે આ તમામ બાબતે વાલીઓનો પણ મત છે કે સ્કૂલ વાહનોમાં સેફટી હોવી જોઈએ.

રાજકોટની દુર્ઘટના બાદ સરકાર હરકતમાં આવી છે અને હવે વિદ્યાર્થીઓની સુરક્ષા બાબતે કોઈ કચાશ રાખવા માગતી નથી. જેને લઈને આજથી શાળાઓના પ્રારંભે જ પોલીસ અને આરટીઓ વિભાગની સ્પેશિયલ ડ્રાઈવમાં કેપેસિટી કરતાં વધુ વિદ્યાર્થીઓને બેસાડતા વાહનોની સામે દંડનિય કાર્યવાહી કરાવી છે તો સ્કૂલ બસને પરમિટ ન હોવાને કારણે અને આરસીબુક ન હોવાને કારણે પણ કરાવી છે ત્યારે પોલીસ અને આરટીઓ વિભાગે આજે સ્પેશિયલ ડ્રાઇવ કરી છે અને વિદ્યાર્થીઓ સાથે કોઈ અનિચ્છનીય બનાવ ભવિષ્યમાં પણ ન બને તે પ્રકારની સૂચનાઓ અપાઇ છે.

આ પણ વાંચો: બેંક ઓફ બરોડાએ બમ્પર પોસ્ટ માટે ભરતીની જાહેરાત કરી છે, આ તારીખ પહેલા અરજી કરો

જિલ્લાની 2600 જેટલી શાળાઓનું શૈક્ષણિક કાર્ય આજથી શરૂ થયું છે ત્યારે જિલ્લામાં તમામ શાળાઓમાં એનઓસી હોવાનો શિક્ષણ વિભાગનો દાવો છે અને તમામ શાળાઓમાં ફાયર સેફ્ટી હોવાનો પણ દાવો છે. શિક્ષણ વિભાગે આરટીઓ પોલીસ અને શાળા સંચાલકોને પણ વિદ્યાર્થીઓની સુરક્ષા અને સેફ્ટીને લઈને પરિપત્ર કર્યો છે અને તમામ પ્રકારની સેફટી રાખવાની સૂચના અપાય છે પરંતુ ક્યાંક શાળા સંચાલકો પણ બેદરકાર છે. તેમના વાહનોની ચકાસણી કરતા નથી. પરમિટ અને આરસી બુકની ચકાસણી કર્યા વગર વિદ્યાર્થીઓનું વહન કરાય છે. જોકે વાલીઓનો પણ મત છે કે જે પ્રકારે વિદ્યાર્થીઓના વાહનોમાં તમામ પ્રકારની સુરક્ષા હોવી જોઈએ. ફાયર સેફટી હોવી જોઈએ અને ક્યાંય પણ કોઈપણ જાતનું જોખમ ન હોવું જોઈએ તેથી તેઓ પોલીસને ડ્રાઇવને પણ એક સુરક્ષિત ડ્રાઇવ ગણાવી રહ્યા છે.

આરટીઓ વિભાગે અને પોલીસ વિભાગે આજે અનેક ખાનગી વાહનો અને શાળાની બસોને દંડકીય કાર્યવાહી કરી હતી. રિક્ષામાં લઈ જતા જે કેપેસિટી કરતા વધુ બાળકો અથવા તો જે ખાનગી વાહનોમાં વધુ બાળકોને 5,000થી લઈને 18,000 જેટલા દંડની કાર્યવાહી કરી હતી. તો સાથે સાથે વાહન ચાલકોને પણ તમામ પ્રકારના ડોક્યુમેન્ટસ કેપેસિટી કરતા વધુ વિદ્યાર્થીઓ ન બેસાડવા અને ફાયરની બોટલ રાખવાની પણ આરટીઓને પોલીસ વિભાગે સૂચના આપી છે.