અમદાવાદઃ સસ્પેન્ડેડ IAS પ્રદીપ શર્માને સ્પેશિયલ કોર્ટે સજા ફટકારી છે. કોર્ટે ટાંક્યું છે કે, ‘પ્રદીપ શર્માએ કરેલો ગુનો દેશ વિરોધી છે.’ કોર્ટે ACBની કલમ 13(2) હેઠળ 5 વર્ષની સજા અને રૂપિયા 50 હજાર દંડ ફટકાર્યો છે. આ ઉપરાંત ACBની કલમ 11 હેઠળ 3 વર્ષની સજા અને રૂપિયા 25 હજારનો દંડ ફટકાર્યો છે.