January 5, 2025

6.0ની તીવ્રતાના ભૂકંપે સાઉથ સેન્ડવિચ આઇલેન્ડ હચમચાવ્યો, કોઈ જાનહાનિ નહીં

Earthquake South Sandwich Island: નેશનલ સેન્ટર ઓફ સિસ્મોલોજીએ માહિતી આપી હતી કે બુધવારે દક્ષિણ સેન્ડવિચ આઇલેન્ડમાં મોટો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપની તીવ્રતા 6.0 માપવામાં આવી હતી. જેની અસર સમગ્ર ટાપુ પર જોવા મળી હતી. NSCએ જણાવ્યું કે ભૂકંપ ભારતીય સમય (IST) અનુસાર સાંજે 7.18 વાગ્યે આવ્યો હતો.

આ ભૂકંપ 96 કિલોમીટરની ઊંડાઈ સાથે 56.29 ડિગ્રી અક્ષાંશ અને 26.75 ડિગ્રી રેખાંશ પર માપવામાં આવ્યો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ ટ્વિટર પર એક પોસ્ટ શેર કરી, લખ્યું, “01/01/2025 ના રોજ 19:18:28 IST પર 6.0 તીવ્રતાનો ભૂકંપ, અક્ષાંશ: 56.29° S, રેખાંશ: 26.75° W, ઊંડાઈ: 95 કિમી, સ્થાન : દક્ષિણ સેન્ડવિચ ટાપુ વિસ્તાર.”

કોઈ નુકસાનના સમાચાર નથી
પ્રારંભિક માહિતી અનુસાર, આ ભૂકંપના કારણે કોઈ નુકસાનના સમાચાર નથી. જો કે, સરકારી એજન્સીઓ તમામ સાવચેતી રાખી રહી છે અને કોઈપણ ઈમરજન્સી માટે તૈયાર છે.