સાઉથ સુપરસ્ટાર મહેશ બાબુને EDએ કેમ મોકલ્યું સમન્સ? 27 એપ્રિલે થવું પડશે હાજર

Mahesh babu: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ દક્ષિણ ફિલ્મ ઉદ્યોગના સુપરસ્ટાર મહેશ બાબુને સમન્સ મોકલ્યું છે. આ સમન્સમાં મહેશ બાબુને 27 એપ્રિલે એજન્સી સમક્ષ હાજર થવાનું કહેવામાં આવ્યું છે. EDનું આ સમન્સ રિયલ એસ્ટેટ રોકાણકારો સાથેના છેતરપિંડી કેસ સાથે સંબંધિત છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, મહેશ બાબુ તે રિયલ એસ્ટેટ કંપનીના બ્રાન્ડ એમ્બેસેડર હતા. મહેશ બાબુની મની લોન્ડરિંગના આરોપો અંગે પૂછપરછ કરવામાં આવશે.
તમને જણાવી દઈએ કે હૈદરાબાદ સ્થિત રિયલ એસ્ટેટ ફર્મ સાઈ સૂર્યા ડેવલપર્સ અને સુરાણા ગ્રુપ સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસના સંદર્ભમાં મહેશ બાબુને આ સમન્સ મોકલવામાં આવ્યું છે. મહેશ બાબુ ગ્રીન મીડોઝના બ્રાન્ડ એમ્બેસેડર હતા.
આ પણ વાંચો: ન્યુમોનિયા નહીં પણ આ બીમારીથી થયું પોપ ફ્રાન્સિસનું નિધન! ડેથ સર્ટિફિકેટમાં ખુલાસો
સતત અપડેટ ચાલુ છે…