June 30, 2024

દક્ષિણ આફ્રિકાની ઐતિહાસિક જીત, બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

South Africa Cricket Team: દક્ષિણ આફ્રિકાની ટીમે સેમિફાઇનલમાં અફઘાનિસ્તાનને હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. આ મેચમાં દક્ષિણ આફ્રિકાના બોલરોનું જોરદાર પ્રદર્શન જોવા મળ્યું છે. આ સાથે એક મોટો રેકોર્ડ પણ બનાવી દીધો છે.

ફાઇનલમાં જગ્યા બનાવી લીધી
દક્ષિણ આફ્રિકાની ટીમે સેમિફાઇનલમાં અફઘાનિસ્તાનને હરાવી દીધું છે. આ જીતની સાથે દક્ષિણ આફ્રિકાએ પહેલી વખત ટી20 વર્લ્ડ કપની ફાઇનલમાં સ્થાન મેળવી લીધું છે. પ્રથમ બેટિંગ કરતા અફઘાન ટીમ માત્ર 56 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. દક્ષિણ આફ્રિકાની ટીમનું શાનદાર પ્રદર્શન જોવા મળ્યું હતું. અત્યાર સુધીમાં કોઈ પણ મેચ ટીમ હારી નથી. આ સાથે જ T20 વર્લ્ડ કપમાં સતત સૌથી વધુ મેચ જીતનારી ટીમ બની ગઈ છે. ઈંગ્લેન્ડની ટીમે અને ભારતની ટીમ અત્યાર સુધીમાં 7-7 મેચ જીતી છે. T20 વર્લ્ડ કપમાં સતત સૌથી વધુ મેચ જીતનાર ટીમની વાત કરવામાં આવે તો દક્ષિણ આફ્રિકા- 8 મેચ, 2024, ઓસ્ટ્રેલિયા- 8 મેચ, (2022-2024), ઈંગ્લેન્ડ- 7 મેચ, (2010-2012), ભારત- 7 મેચ, (2012-2014)ની છે.

આ પણ વાંચો: IND vs ENG: ટીમ ઈન્ડિયા પાસે બે વર્ષ જૂનો બદલો લેવાની તક

મેચ જીતી લીધી
કેપ્ટન રાશિદ ખાને ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનું નક્કી કર્યું હતું. જે આગળ જઈને ખોટો સાબિત થયો છે. આ મેચ દરમિયાન અફઘાનિસ્તાનના બેટ્સમેનો પ્રદર્શન કરી શક્યા ના હતા. સાઉથ આફ્રિકા તરફથી એડન મેકક્રમે 23 રન તો રીઝા હેન્ડ્રિક્સે 29 રન બનાવ્યા છે. આ બંને ખેલાડીઓને દક્ષિણ આફ્રિકાને જીત અપવામાં મોટો ફાળો રહ્યો હતો.