June 30, 2024

વેસ્ટ ઈન્ડિઝ છેલ્લી ઓવરમાં હારી ગયું, 10 વર્ષ પછી થયો આ બદલાવ

SA vs WI: દક્ષિણ આફ્રિકાએ વેસ્ટ ઈન્ડિઝને હરાવીને સેમિફાઈનલમાં પોતાનું સ્થાન નક્કી કરી લીધું છે. દક્ષિણ આફ્રિકાની ટીમે વેસ્ટ ઈન્ડિઝની ટીમને 3 વિકેટથી હાર આપી હતી. આ મેચ દરમિયાન પહેલા બેટિંગ માટે વેસ્ટ ઈન્ડિઝની ટીમે 135 રન બનાવ્યા હતા. આફ્રિકાએ છેલ્લી ઓવરમાં જીત મેળવી હતી. જીતની સાથે આફ્રિકાએ સેમિફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું હતું.

બોલરોએ જોરદાર પ્રદર્શન
દક્ષિણ આફ્રિકા માટે બોલરોએ જોરદાર પ્રદર્શન કર્યું હતું. આ સાથે મેત દરમિયાન શ્રેષ્ઠ બોલિંગ માટે તબરેઝ શમ્સીને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે સાઉથ આફ્રિકાએ 2014 બાદ સેમિફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. વરસાદના કારણે ત્રણ ઓવર ઓછી કરાઈ હતી. દક્ષિણ આફ્રિકાના ખેલાડી ટ્રિસ્ટન સ્ટબ્સે સૌથી વધુ 29 રન બનાવ્યા હતા. ક્લાસને 22 અને મેકક્રમે 18 રન બનાવ્યા હતા.

આ પણ વાંચો: T20 વર્લ્ડ કપમાં Afghanistanને કર્યો સૌથી મોટો ઉલટફેર

અડધી સદી ફટકારી
પ્રથમ બેટિંગ કરતા વેસ્ટ ઈન્ડિઝે 135 રન બનાવ્યા હતા. વેસ્ટ ઈન્ડિઝની શરૂઆત ખુબ જ ખરાબ જોવા મળી હતી. રોસ્ટન ચેઝે શાનદાર અડધી સદી ફટકારી તો સાઈ હોપ ખાતું ખોલાવ્યા વગર જ પરત ફર્યો હતો. આન્દ્રે રસેલે 15 રન બનાવ્યા હતા. દક્ષિણ આફ્રિકા તરફથી તબરેઝ શમ્સીએ 4 ઓવરમાં 27 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી.