News 360
Breaking News

રાષ્ટ્રપતિ વિશે સોનિયા ગાંધીના નિવેદનનો સાંસદ ધવલ પટેલ, પ્રભુ વસાવા અને સાંસદ જશુ રાઠવાએ વિરોધ નોંધાવ્યો

નવી દિલ્હી: આજરોજ દિલ્હી ખાતે કોંગ્રસના નેતા સોનિયા ગાંધી દ્વારા દેશના પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ વિશે અપમાનજનક શબ્દોના પ્રયોગ કરવા બદલ સોનિયા ગાંધી દ્વારા દેશના તમામ આદિવાસી સમાજનું અપમાન કરવામાં આવ્યું છે. એ સંદર્ભે લોકસભાના દંડક તેમજ વલસાડ ડાંગ સાંસદ ધવલ પટેલ તેમજ સંસદના તમામ આદિવાસી સાંસદો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. સાથે બારડોલીના આદિવાસી સાંસદ પ્રભુ વસાવા અને છોટા ઉદેપુરના સાંસદ જશુ રાઠવાએ ઉપસ્થિત રહીને વિરોધ વ્યક્ત કર્યો હતો.

આદિવાસી સમાજ પ્રત્યે સોનિયા ગાંધીની તેમજ કોંગ્રેસની માનસિકતા ઉજાગર થઈ છે. દેશના આદિવાસી સમાજમાં સોનિયા ગાંધી પ્રત્યે ધારા પ્રત્યાધાતો, સમાજમાં ભારે રોષ સાથે સોનિયા ગાંધી માફી માગેની ઠેર ઠેર ઉગ્ર માંગણીઓ કરવામાં આવી છે.