સરકારી કંપનીએ કરી સોલાર પ્રોજેક્ટની ડિલ, રોકાણકારોને મોજ પડી ગઈ
Solar Project: સરકારના સ્વામિત્વવાળી કંપની NHPCના શેરમાં શુક્રવારે એક મોટી તેજી જોવા મળી હતી. આ તેજીથી કંપની માટે એક સારા અને સકારાત્મક વાવડ આવ્યા છે. NHPC અને એનર્જી સોલ્યુશન પ્રોવાઈડર ENGIEએ 200 મેગાવોટના 2 સોલાર પ્રોજેક્ટ માટે ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લી. સાથે પીપીપી ધોરણે કરાર કર્યા છે. જેને લઈને આગામી દિવસોમાં ગુજરાતમાં સોલારલક્ષી કોઈ મોટો પ્રોજેક્ટ શરૂ થઈ શકે છે. કંપનીએ પોતાના એક નિવેદનમાં એ વાત સ્પષ્ટ કરી હતી કે,ગુજરાતના ગ્રામ્ય વિસ્તાર એવા ખાવડા (કચ્છ)માં ગુજરાત રાજ્ય વિદ્યુત નિગમના રીન્યૂએબલ એનર્જી પાર્કમાં 200 મેગાવોટની ક્ષમતાના પ્રોજેક્ટ હેતુ એક યોજના અંતર્ગત GUVNL સાથે વીજળી ખરીદવા એક ખાસ સમજુતી પર હસ્તાક્ષર કર્યા છે.
યોજનાનો ખર્ચો
આ યોજનાનો ખર્ચો 846.66 કરોડ રૂપિયા હશે. આ યોજના આગામી 15 મહિનામાં પૂરી થાય એવી હાલ તો ગણતરી છે. ગુજરાતમાં આ ચોથી સૌર પરિયોજના હશે. 200 મેગાવોટ સૌર પીવી યોજના માટે પીપીપી ધોરણે કરાર થયા છે. કંપનીએ એ વાત પણ ઉમેરી હતી કે, એમના વેન્ચર નેશનલ હાઈ પાવર ટેસ્ટ લેબ પ્રા.લી.ના મંડળે 1.31 કરોડના ઈક્વિટી શેર પાવર ગ્રીડ કોર્પોરેશનને ટ્રાંસફર કરવાના એક પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. અઠવાડિયાના છેલ્લા દિવસે એટલે કે શુક્રવારે શેર માર્કેટમાં થોડા ઊતાર ચડાવ જોવા મળ્યા હતા. જોકે, NHPCના શેર પર રોકાણકારોએ મન મૂકીને પૈસા રોક્યા અને શેર ખરીદ્યા હતા. આ શેર 2.13 ટકાથી વધીને 100.70 રૂ. પર બંધ થયો હતો.
આ પણ વાંચો: Profitable Companies India: આ છે દેશની સૌથી વધુ નફો રળી આપતી કંપનીઓ
સમજવા જેવું ગણિત
આ શેર ટ્રેડિંગ દરમિયાન 102 રૂપિયાથી પણ વધારે કિંમત સાથે શેરમાં ઉછાળો જોવા મળ્યો હતો. 3 જુને આ શેરની કિંમત 117.80 રૂ. સુધી પહોંચી હતી. જોકે, ગત વર્ષે આ શેરની કિંમત 44.87 રૂપિયા હતી. જે સપાટનો નીચલો સ્તર મનાય છે. વીજ મંત્રાલય અંતર્ગત NHPC દેશની મોટી વીજ કંપની પૈકીની એક છે.જે વીજળીલક્ષી યોજના, પ્રોજેક્ટ કે સપ્લાયથી લઈને વીજ ઉત્પાદન સુધીની તમામ પ્રવૃતિ કરે છે.