સ્મૃતિ મંધાનાએ બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
Smriti Mandhana: પર્થમાં રમાયેલી ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી વનડેમાં સ્મૃતિ મંધાનાએ શાનદાર સદી ફટકારી છે. સદી ફટકારતાની સાથે જ તેણે વર્લ્ડ રેકોર્ડ બનાવી દીધો છે. પર્થના WACA ગ્રાઉન્ડમાં આ મેચ રમાઈ રહી છે. જોકે કેપ્ટન હરમનપ્રીત કૌર કંઈ ખાસ કરી શકી નથી.
મંધાનાનો મોટો કરિશ્મા
સ્મૃતિ મંધાનાએ ODIમાં તેની 9મી સદી ફટકારી છે. તેણે 103 બોલમાં 13 ચોગ્ગા અને 1 છગ્ગો માર્યો હતો. મંધાએ ઓસ્ટ્રેલિયા સામે 2 ODI સદી ફટકારી હતી. આ સદી ફટકારતાની સાથે તે ઓસ્ટ્રેલિયા સામે 2 ODI સદી ફટકારનારી પ્રથમ ભારતીય મહિલા બની ગઈ છે. આ પહેલા કોઈ પણ ટીમ ઈન્ડિયાની ક્રિકેટર આ રેકોર્ડ બનાવી શકી નથી. તેની સાથે આ વર્ષમાં તેની આ ચોથી ODI સદી છે. જેના કારણે મંધાના ODI ક્રિકેટમાં એક કેલેન્ડર વર્ષમાં 4 સદી ફટકારનારી વિશ્વની પ્રથમ મહિલા ક્રિકેટર બની ગઈ છે.
આ પણ વાંચો:વડોદરામાં ઈ-ચલણ વસૂલવા ટ્રાફિક પોલીસે આધુનિક ટેક્નોલોજીના પ્રયોગ કર્યો શરુ
એક કેલેન્ડર વર્ષમાં ODIમાં સૌથી વધુ સદી ફટકારનાર મહિલા ક્રિકેટર
4 – સ્મૃતિ મંધાના (2024)
3 – લૌરા વોલ્વાર્ડ (2024)
3 – બેલિન્ડા ક્લાર્ક (1997)
3 – મેગ લેનિંગ (2016)
3 – એમી સેટરથવેટ (2016)
3 – સોફી ડિવાઇન (2018)
3 – સિદ્રા અમીન (2022)
3 – નેટ સાયવર-બ્રન્ટ (2023)