November 23, 2024

સ્માર્ટ રીપ્લે સિસ્ટમમાં કામ કરે છે એક સાથે 28 કેમેરા, સમજવા જેવી ટેકનોલોજી

Women’s T20 World Cup 2024: પહેલી વખત મહિલા ટી20 વર્લ્ડ કપ 2024માં સ્માર્ટ રિપ્લે સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવશે. આ માટે 28 કેમરાની જરૂર પડશે. આજથી મહિલા ટી20 વર્લ્ડ કપનો પ્રારંભ થઈ રહ્યો છે. આ ટેક્નોલોજીનો ઉપયોગ ઈન્ડિયન પ્રીમિયર લીગ અને ધ હન્ડ્રેડમાં કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ ભારતની પહેલી મેચ ન્યૂઝીલેન્ડની સામે છે. જે શુક્રવારે એટલે કે આવતીકાલે દુબઈમાં રમાશે.

સ્માર્ટ રિપ્લે સિસ્ટમનો ઉપયોગ
ICCએ સ્માર્ટ રિપ્લે સિસ્ટમ પર પ્રતિક્રિયા આપી હતી. જેમાં ICCએ કહ્યું, ‘દરેક મેચમાં લગભગ 28 કેમેરા લગાવવામાં આવશે. જેની મદદથી ઘણા પ્રકારનું વિશ્લેષણ કરવામાં આવશે. તમામ મેચમાં નિર્ણય સમીક્ષા સિસ્ટમ પણ ઉપલબ્ધ રહેશે. આ સિસ્ટમની મદદથી યોગ્ય નિર્ણય લેવામાં મદદ મળશે. ટીવી અમ્પાયર સીધા બે હોક-આઈ ઓપરેટર્સ પાસેથી માહિતી મેળવશે. સ્થાપિત આઠ આઈ-સ્પીડ કેમેરામાંથી દ્રશ્યો કેપ્ચર કરશે અને અમ્પાયરો સાથે ફૂટેજ શેર કરશે.

આ પણ વાંચો: ટેસ્ટ મેચમાં સુરક્ષા હેતુ પહોંચી વાનરસેના, ક્રિકેટ બોર્ડે કર્યો મોટો નિર્ણય

સ્માર્ટ રિપ્લે સિસ્ટમ મદદરૂપ સાબિત થશે
સ્ટમ્પિંગ રેફરલના કિસ્સામાં ખૂબ મદદરૂપ સાબિત થઈ શકે છે. ટીવી અમ્પાયરો હોક-આઈ ઓપરેટરો પાસેથી સ્પ્લિટ-સ્ક્રીન વિઝ્યુઅલ્સ માટે પૂછી શકે છે. તમને જણાવી દઈએ કે હોક-આઈ કેમેરા લગભગ 300 ફ્રેમ પ્રતિ સેકન્ડની ઝડપે રેકોર્ડ કરી શકે છે. જેના કારણે કોઈ પણ નિર્ણય લેવો સહેલો પડશે.