ઉનાળામાં પરસેવો કરી શકે છે તમને આ નુકસાન, આ રીતે રાખો કાળજી

Skin Problems: ઉનાળો આવી ગયો છે. હવે તો ઘરની બહાર જવાનું મન નથી થતું, પરંતુ ઘરની બહાર કંઈક કામથી જવું તો પડે જ. બહાર નિકળતાની સાથે ઉનાળામાં પરસેવો વળવા લાગે છે. ત્યારે ઉનાળામાં પરસેવો તમારી ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે, જાણો તેની કાળજી કેવી રીતે રાખવી.
ત્વચાને હાઇડ્રેટેડ રાખો
ઉનાળાના દિવસોમાં જેમ બને તેમ પુષ્કળ પાણી પીવાનું રાખો. હાઇડ્રેટિંગ ફેસ માસ્કનો ઉપયોગ પણ તમે કરી શકો છો. ભેજ જાળવી રાખવા માટે મોઇશ્ચરાઇઝરનો ઉપયોગ કરો.
સનસ્ક્રીનનો ઉપયોગ કરો
ઘરની બહાર નિકળો છો ત્યારે સનસ્ક્રીન લગાવવું જોઈએ. જેનાથી ત્વચાને સૂર્યપ્રકાશથી બચાવી શકાય છે. જેના કારણે તમારી ત્વચાને કોઈ નુકસાની થશે નહીં.
નિયમિતપણે તમારો ચહેરો ધોઈ લો
ઉનાળામાં પરસેવાને કારણે ઘણી સમસ્યા થઈ શકે છે. દિવસમાં 2 વાર ફેસવોશથી તમારા ચહેરાને સાફ કરો. આવું કરવાથી તમારી ત્વચા સ્વચ્છ રહે છે. આમ કરવાથી ત્વચા પર જામેલી ગંદકી અને તેલ દૂર થાય છે. આવું કરવાથી ખીલ થવાની સમસ્યા ઓછી થાય છે.
આ પણ વાંચો: વર્લ્ડ કપને લઈને વિરાટ કોહલીએ કરી મોટી જાહેરાત, વીડિયો સામે આવ્યો
સુતરાઉ કપડાં પહેરો
ઉનાળામાં તમારે સુતરાઉ કપડાં પહેરવાના રહેશે. સુતરાઉ કપડાં સરળતાથી પરસેવો શોષી લે છે. આવું થતાની સાથે તમારી ત્વચાને નુકસાન થતું અટકાવી શકાય છે.