December 23, 2024

ફંગલ ઈન્ફેક્શનને દૂર રાખવા આ રાખો સાવધાની

Fungal Infection: ફંગલ ઇન્ફેક્શન, જેને માયકોસિસ પણ કહેવાય છે, તે ફૂગના કારણે થતો રોગ છે. જે વરસાદની સિઝનમાં વધારે થાય છે. વરસાદની સિઝનમાં સતત પાણીમાં ત્વચા રહેવાના કારણે આ સમસ્યા થતી હોય છે. નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોને ફૂગના ચેપનું જોખમ રહેતું હોય છે.

ફંગલ ઇન્ફેક્શન કોને થાય
ફૂગના ચેપને એની મારક દવાથી જ અટકાવી શકાય છે. પાણીમાં વધારે રહેતા લોકોને ફંગલ ઇન્ફેક્શન થાય છે. આ ઉપરાંત જેઓને ડાયાબિટિઝ હોય કે પછી કેન્સર જેવી બીમારીનો ભોગ બનેલા લોકોને આ ચેપ લાગી શકે છે. ફંગલ ઇન્ફેક્શન ત્રણ પ્રકારના હોય છે. સતત પલળવાથી કે પાણીમાં રહેવાથી શરીરના અંદરના લેયરને પણ નુકસાન થાય છે. ડીપ ફંગલ ઈન્ફેક્શનને સૌથી વધારે જોખમી માનવામાં આવે છે.

આ પણ વાંચો: ટામેટાનો ફેસ પેક આ રીતે બનાવો, ત્વચાને મળશે કુદરતી ચમક

સાવચેતી રાખવી ખુબ જરૂરી
ખાસ કરીને વરસાદની સિઝનમાં બંને ત્યાં સુધી ટાઈટ કપડાં ન પહેરવા જોઈએ થોડા ઢીલા પહેરવા જોઈએ. બંને તેટલો પબ્લિક બાથરૂમનો ઉપયોગ કરવાનું ટાળો. શરીરને ભીનું ના રાખો. ચોમાસું સીઝનમાં બેથી ત્રણ વખત ન્હાવાની આદત હોય તો એ આવી સ્થિતિમાં નુકસાન કરી શકે છે. કોટનના કપડાં પહેરવા જોઈએ. વરસાદમાં ભીના થઈને આવ્યા હોવ તો કોઈ શેમ્પુ કે સાબુનો સીધો ઉપયોગ કરવા કરતા સાદા પાણીથી સ્નાન કરવું હિતાવહ છે. બીજા દિવસે સાબુ કે શેમ્પુ વાપરવું જોઈએ