November 26, 2024

ભારતીય કેપ્ટન તરીકે Shubman Gill આ ખાસ ક્લબનો ભાગ બન્યો

IND vs ZIM: ભારતીય ટીમે ઝિમ્બાબ્વે સામેની શ્રેણીની ત્રીજી મેચ જીતી લીધી છે. જીતની સાથે ટીમના શુભમન ગિલ પણ કેપ્ટન તરીકે એક વિશિષ્ટ ક્લબમાં સામેલ થઈ ગયો છે. આ મેચ દરમિયાન ગિલની જોરદાર ઇનિંગ જોવા મળી હતી.

શાનદાર ઈનિંગ રમી
યુવા ઓપનિંગ બેટ્સમેન શુભમન ગિલ ભારતીય ટીમની કપ્તાની સંભાળી રહ્યો છે. આ પહેલા આઈપીએલ 2024માં ગુજરાતની ટીમની કપ્તાન રહ્યા છે. હાલ 5 મેચની T20 શ્રેણી રમવા માટે ઝિમ્બાબ્વે પ્રવાસ પર છે. 2 મેચ પુર્ણ થઈ ગઈ હતી તેમ છતાં શુભમનનું કંઈ ખાસ પ્રદર્શન જોવા મળ્યું ના હતું. ત્રીજી T20 મેચમાં શુભમન ગિલના બેટથી શાનદાર અડધી સદી જોવા મળી હતી. આ સમયે તેણે 49 બોલમાં 7 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 66 રનની શાનદાર ઈનિંગ રમી હતી. અડધી સદી ફટકારવાની સાથે ગિલ ભારતીય કેપ્ટન તરીકે એક ખાસ ક્લબનો ભાગ બની ગયો છે.

આ પણ વાંચો: જુઓ Virat Kohliનું નવું ઘર, શાનદાર ઈન્ટિરિયર જોઈને સ્તબ્ધ થઈ જશો

સર્વોચ્ચ સ્કોર બનાવ્યો
ભારતીય કેપ્ટન તરીકે વિદેશી ધરતી પર T20માં સર્વોચ્ચ સ્કોરની વાત કરવામાં આવે તો સૂર્યકુમાર યાદવ – 100 રન, રોહિત શર્મા – 92 રન, વિરાટ કોહિલ – 85 રન, સુરેશ રૈના – 72 રન શુભમન ગિલ – 66 રન બનાવ્યા છે. ઝિમ્બાબ્વે સામેની શ્રેણીની ત્રીજી ટી20 મેચમાં 66 રનની ઈનિંગ સાથે શુભમન ગીલે ભારતીય કેપ્ટન તરીકે આ ફોર્મેટમાં 5મો સર્વોચ્ચ સ્કોર બનાવ્યો છે. તમને જણાવી દઈએ કે T20 વર્લ્ડ કપ 2024માં ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી રોહિત શર્માની 92 રનની ઇનિંગ આ યાદીમાં બીજા સ્થાને છે.