ખાટુશ્યામ જી મંદિરમાં લાખોની સંખ્યાં આજે ભક્તો આવ્યા, ગરમીને કારણે લોકો થઈ રહ્યા છે બેભાન

Shree Khatu Shyam Temple: રાજસ્થાનના સીકર જિલ્લામાં આવેલા પ્રખ્યાત ખાટુશ્યામજી મંદિર સંકુલમાં રવિવારે લાખોની ભીડ એકઠી થઈ હતી. અહિંયા એટલી ભીડ થઈ રહી છે કે ભક્તો મંદિર પરિસરમાં જ બેભાન થઈને પડી રહ્યા છે. રવિવારે હનુમાન જયંતિ પછી ભક્તોની આ ભીડ એકઠી થઈ હતી. ગરમીમાં ભક્તોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
આ પણ વાંચો: પ્રીતિ ઝિન્ટાએ હૈદરાબાદના ‘પંજાબી મુંડા’ પર પ્રેમ વરસાવ્યો, વીડિયો થયો વાયરલ
ગરમીને કારણે ભક્તો બેભાન થઈ ગયા
લાખોની સંખ્યામાં ભક્તો ખાટુશ્યામજી મંદિર સંકુલમાં આવી રહ્યા છે. રવિવાર હોવાના કારણે મંદિર પરિસરમાં લોકોની વધુ ભીડ થઈ રહી છે. ગરમીને કારણે લાઈનમાં ઉભેલા ભક્તો બેભાન થઈ રહ્યા છે. ખાટુશ્યામ જી મંદિર એ રાજસ્થાનના સીકર જિલ્લાના ખાટુ ગામમાં સ્થિત એક પ્રખ્યાત હિન્દુ તીર્થસ્થાન છે. ખાટુશ્યામને ‘હારે કા સહારા’ અને ‘લખદાતાર’ તરીકે પણ ઓળખવામાં આવે છે.