November 26, 2024

ઝખ્મી શેર સે ખતરનાક કોઈ નહીં હોતા, તૂટેલા અંગૂઠાથી ઓસ્ટ્રેલિયાનું પાણી ઉતારી દીધું

Shikhar Dhawan Retirement: શિખર ધવને આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક ક્રિકેટને અલવિદા કહી દીધું છે. તે પોતાની કારકિર્દીમાં ઘણી યાદગાર અને શાનદાર ઇનિંગ્સ રમી છે. ટેસ્ટ ડેબ્યૂમાં તેણે ઓસ્ટ્રેલિયાને ધ્વસ્ત કરીને 187 રનની જોરદાર ઇનિંગ રમતો જોવા મળ્યો હતો. એક મીડિયા સાથેની વાતમાં તેણે જણાવ્યું કે તેણે અંગૂઠામાં ઈજા હોવા છતાં મેદાનમાં રહીને 117 રનની ઈનિંગ રમી હતી તે તેની ફેવરિટ ઈનિંગ ગણાવી છે.

મોટો સ્કોર બનાવ્યો
વર્ષ 2019 ODI ક્રિકેટ વર્લ્ડ કપના ગ્રુપ સ્ટેજમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેચ રમાઈ રહી હતી. આ મેચમાં ભારતે પ્રથમ બેટિંગ કરીને 352 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો. આ સમયે ભારતની ઇનિંગ્સની 9મી ઓવરમાં પેટ કમિન્સ દ્વારા ફેંકવામાં આવેલો બોલ ધવનના અંગૂઠામાં એવો વાગ્યો કે તેના અંગૂઠામાં ફ્રેક્ચર થઈ ગયું હતું. એમ છતાં તે મેદાન પર રમતો રહ્યો હતો.

આ પણ વાંચો: રોહિત શર્મા બીજી વખત પિતા બનવા જઈ રહ્યો છે?

અંગૂઠો તૂટ્યો
મીડિયા સાથેની વાતમાં શિખર ધવને કહ્યું, કે અમે વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયા સામે મેચ રમી રહ્યા હતા. હું 25 રન પર બેટિંગ કરી રહ્યો હતો, પરંતુ પછી મારા અંગૂઠામાં ફ્રેક્ચર થઈ ગયું હતું. તે બોલ લગભગ 150ની ઝડપે આવ્યો હતો. તે સીધો મારા અંગૂઠામાં વાગ્યો હતો. આ સમયે મેં પીડા ઘટાડવા માટે ગોળીઓ લીધી અને ઈજા હોવા છતાં મેં 117 રન બનાવ્યા હતા. જે ઈનિંગ મને હમેંશા યાદ રહેશે.