December 22, 2024

‘કોઈને પણ સત્તા કબજે કરવા ન દેતાં’, શેખ હસીનાના દીકરાએ સુરક્ષા દળોને કર્યો આગ્રહ

બાંગ્લાદેશ વિરોધ પ્રદર્શન: બાંગ્લાદેશમાં સરકાર વિરોધી પ્રદર્શન તેજ થઈ રહ્યું છે. આ દરમિયાન દેશના પ્રધાનમંત્રી શેખ હસીનાના પુત્રએ સોમવારે દેશના સુરક્ષા દળોને આગ્રહ કરતાં કહ્યું છે કે કોઈને પણ સત્તા પર કબજો કરતાં અટકાવે. જણાવી દઈએ કે સેંકડો દેખાવકારો હસીનાના પદ પરથી રાજીનામું આપવાની માંગ કરી રહ્યા છે.

બિનચૂંટાયેલી સરકારને સત્તામાં ન આવવા દો: સાજિદ વાજિદ જોય
અમેરિકામાં રહેતા શેખ હસીનાના દીકરા સાજિદ વાજિદ જોયે એક ફેસબુક પોસ્ટમાં સુરક્ષા દળોને કહ્યું, “તમારી જવાબદારી આપણા લોકો અને દેશને સુરક્ષિત રાખવાની અને બંધારણને જાળવી રાખવાની છે. આનો અર્થ એ છે કે કોઈ પણ બિનચૂંટાયેલી સરકાર એક મિનિટ માટે પણ સત્તામાં ન આવવી જોઈએ.” આ તમારી ફરજ છે. જોય હસીના સરકારના ઈન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેક્નોલોજી સલાહકાર પણ છે.

જોખમમાં મુકાશે બાંગ્લાદેશની પ્રગતિ
જોયે ચેતવણી આપતા કહ્યું છે કે કે જો તેમણે મજબૂર કરવામાં આવ્યા તો બાંગ્લાદેશ દ્વારા કરવામાં આવેલી પ્રગતિ જોખમમાં મૂકાશે. આપણો વિકાસ અને પ્રગતિ બધું જ ગાયબ થઈ જશે. બાંગ્લાદેશ ત્યાંથી વાપસી નહીં કરી શકે. તેમણે કહ્યું, “હું નથી ઈચ્છતો કે આવું થાય અને મને ખબર છે કે તમે પણ આવું નહીં ઇચ્છતા. જ્યાં સુધી શક્ય હશે હું આમ નહિ થવા દઉં.”

સરકાર વિરોધી પ્રદર્શનમાં અંદાજિત 300 લોકોના મોત
બાંગ્લાદેશના સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, જુલાઈમાં હિંસા શરૂ થઈ ત્યારથી અત્યાર સુધીમાં લગભગ 300 લોકોના મોત થયા છે. સરકારી નોકરીઓમાં અનામત પ્રથા નાબૂદ કરવાની માંગ સાથે વિદ્યાર્થીઓનું પ્રદર્શન ગયા મહિને શરૂ થયું હતું. હિંસક વિરોધને કારણે 200 થી વધુ લોકોના મોત થયા હતા. જે બાદ પ્રદર્શનકારીઓએ શેખ હસીનાના રાજીનામાની માંગણી શરૂ કરી દીધી હતી.