KKR-RCB મેચ પહેલા શાહરૂખ ખાન કોલકાતા પહોંચ્યો, આવ્યો સામે વીડિયો

Shah Rukh Khan, IPL 2025: આજે IPL સિઝનની પહેલી મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાવાની છે. તેની સાથે સાથે ભવ્ય ઓપનિંગ ઓપનિંગ સેરેમની થશે. જેમાં દિશા પટણી, શ્રેયા ઘોષાલ અને અરિજિત સિંહની સાથે શાહરૂખ ખાન પણ જોવા મળશે. આ પહેલા શાહરૂખ ખાન કોલકાતામાં તેની ટીમના ખેલાડીઓને મળતો જોવા મળ્યો હતો. જેનો વીડિયો પણ સામે આવ્યો છે.

આ પણ વાંચો: જો વરસાદને કારણે KKR vs RCB મેચ રદ થાય તો કઈ ટીમને થશે ફાયદો?

KKRએ શાહરૂખ ખાનનો વીડિયો શેર કર્યો
કોલકાતા પહોંચ્યા પછી શાહરૂખ ખાન KKR ખેલાડીઓ રિંકુ સિંહ, સુનીલ નારાયણ, વેંકટેશ ઐયર અને અન્ય ખેલાડીઓને મળ્યો હતો. ખેલાડીઓને તે મળવા ગયો ત્યારે શાહરૂખ ખાને રિંકુ સિંહના કપાળ પર ચુંબન કર્યું હતું. કોલકાતા નાઈટ રાઈડર્સના ઓફિશિયલ સોશિયલ મીડિયા હેન્ડલ પર આ પોસ્ટ શેર કરી હતી. શાહરૂખ ખાનનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.