શાહબાઝ શરીફ બીજી વખત સંભાળશે પાકિસ્તાનની કમાન
પાકિસ્તાન: શાહબાઝ શરીફ ફરી એક વાર પાકિસ્તાનના વડાપ્રધાન બન્યા છે. આવતી કાલે સોમવારે રાષ્ટ્રપતિ ભવનમાં તેઓ શપથ લેશે. તમને જણાવી દઈએ કે 336 સભ્યોના ગૃહમાં તેમને 201 મત મળ્યા હતા.
સરળતાથી બહુમતી
પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (PML-N) અને પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP)એ પાકિસ્તાનની નવી ચૂંટાયેલી સંસદમાં સરળતાથી બહુમતીમાં મત મેળવી લીધી છે. બંને પક્ષોએ સંમતિથી શેહબાઝ શરીફને વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવ્યા છે. ચૂંટણી પહેલા ઘણી ચર્ચાઓ થઈ હતી. એવી વાત પણ સામે આવી કે પાકિસ્તાની સેનાએ નવાઝ સમક્ષ એવી શરત મૂકી કે શાહબાઝને બીજી વખત વડાપ્રધાન બનવાની ફરીથી તક મળી છે. જોકે સત્ય અહિંયા એ છે કે હાલ તેઓ બીજી વાર પાકિસ્તાનના વડાપ્રધાન બન્યા છે.
પીટીઆઈ નેતાને માત્ર આટલા વોટ
ઈમરાન ખાનની ટીમને તો ખુબ જ ઓછો વોટ મળ્યા છે. તેમને મને 336 સભ્યોના ગૃહમાં માત્ર 92 મત મળ્યા છે. ટીઆઈના અપક્ષ સમર્થકોએ 93 બેઠકો પર જીત પ્રાપ્ત કરી છે. તમને જણાવી દઈએ કે શહેબાઝે એપ્રિલ 2022 થી ઓગસ્ટ 2023 સુધી ગઠબંધન સરકારના વડા પ્રધાન તરીકે સેવા આપી હતી. હાલ તેઓ સોમવારના ફરી એક વાર કમાન સંભાળશે.
શાહબાઝે કાશ્મીરનો રાગ આલાપ્યો
શાહબાઝે ગાઝા, કબ્જાવાળા કાશ્મીરની સ્થિતિ પર દુનિયાને મૌન તોડવાનું આહ્વાન કર્યું હતું. તેમણે જોર આપીને કહ્યું, ‘આવો આપણે એક સાથે આવીએ… અને નેશનલ એસેમ્બલીને કાશ્મીરીયો અને ફિલિસ્તીનિયોથી આઝાદી માટે પ્રાસ્તાવ પારીત કરાવીએ.’ પ્રધાનમંત્રીની પસંદગી પામ્યા બાદ પોતાના પ્રથમ સંબોધન દરમિયાન શાહબાઝ શરીફે ભારત, અફઘાનિસ્તાન સાથે સંબંધોનો કોઇ ઉલ્લેખ કર્યો નહીં, જ્યારે તેમણે કાશ્મીરનો ખુબ ઉલ્લેખ કર્યો હતો. તેમણે ચીન સાથે સંબંધો, સીપીઈસીની ભૂમિકા, અમેરિકા, યુરોપ, સાઉદી, યૂએઇ વગેરેની સાથે સંબંધો પર વિસ્તૃત જાણકારી આપી હતી.