June 16, 2024

Ahmedabadમાં Shahrukh Khanની તબિયત લથડી, લૂ લાગતા K.D. હોસ્પિટલમાં દાખલ

અમદાવાદ: મંગળવારના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કોલકાતા નાઇટ રાઇડર્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે આઇપીએલની ક્વોલિફાયર મેચ રમાઇ હતી. જેમાં કેકેઆરની ટીમે શાનદાર જીત હાંસલ કરી હતી. આ દરમિયાન પોતાની ટીમને સપોર્ટ કરવા માટે અભિનેતા શાહરૂખ ખાન પણ પહોંચ્યો હતો. જોકે મેચ બાદ અચાનકથી અભિનેતા શાહરૂખ ખાનની તબિયત લથડી હતી, જે બાદ તેને અમદાવાદની કેડી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો.

તમને જણાવી દઇએ કે, શાહરૂખ ખાન ITC નર્મદા હોટલમાં રોકાયો હતો પરંતુ તેની તબિયત લથડતા સારવા માટે બપોરે 3 વાગ્યાની આસપાસ કેડી હોસ્પિટલ ખસેડાયો હતો બાદમાં પરત હોટલમાં આવ્યા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર, કોલકાતા નાઇટ રાઇડર્સના માલિક શાહરૂખ ખાન મંગળવારે પોતાના પુત્ર અબરામ સાથે અમદાવાદ પહોંચ્યો હતો. મેચ જોયા બાદ તે પોતાની હોટલ ખાતે પહોંચ્યો હતો પરંતુ આજે બપોરે ત્રણ વાગ્યાની આસપાસ તેની તબિયત બગડી હતી. જે બાદ તેને ટીમ દ્વારા કે.ડી. હોસ્પિટલ ખાતે લઇ જવાયો હતો. જ્યાં ડોક્ટરની ટીમે તેની સારવાર કરી હતી. જેમાં ડોક્ટરો અનુસાર, અભિનેતાને લૂ લાગી હતી. હાલમાં તેની તબિયત સ્થિર છે અને ડોક્ટરોએ તેને રજા આપી દીધી છે.

આ પણ વાંચો: KKRની જીતના આનંદમાં શાહરૂખ ખાને કરી ભૂલ

ડોક્ટરો અનુસાર, બોલિવૂડના કિંગખાનને ડીહાઈડ્રેટ અને ખાસી થતા હોસ્પિટલ લઈ આવ્યા હતા. જે બાદ ડોકટર દ્વારા ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા હતા. હાલ શાહરૂખ ખાનની તબિયત સારી છે. ત્યાં જ અભિનેતાની સારવાર દરમિયાન હોસ્પિટલ બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો.