November 25, 2024

ગુજરાતમાં 12થી 18 તારીખ દરમિયાન વાતાવરણમાં આવશે મોટો પલટો

દિલ્હી: ભારતીય હવામાન વિભાગે અરુણાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, ઓડિશા, પશ્ચિમ બંગાળ, આંધ્ર પ્રદેશ, પંજાબ અને અન્ય રાજ્યો આગામી પાંચ દિવસ સુધી વરસાદ અને ગરમીની આગાહી કરી છે. તાપમાનમાં 2થી 3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની સંભાવનાઓ છે.

ડિગ્રીએ પહોંચી ગયું
હવામાન વિભાગે માહિતી આપતા જણાવ્યું કે છેલ્લા 24 કલાક દરમિયાન રાયલસીમામાં ભારે ગરમી જોવા મળી હતી. કર્ણાટક, મધ્ય મહારાષ્ટ્ર અને વિદર્ભના વિસ્તારોમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રીથી ઉપર નોંધાઈ રહ્યું છે. આસામ અને મેઘાલયમાં વરસાદની સંભાવનાઓ જોવા મળી રહી છે. અરુણાચલ પ્રદેશમાં ભારે વરસાદ પડી શકે છે. આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં 9 એપ્રિલ સુધી હળવાથી ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. બિહારમાં 8 તારીખ સુધી વરસાદ પડી શકે છે.

આ પણ વાંચો: ક્યાંક વાદળછાયું વાતાવરણ રહેશે તો ક્યાંક વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી

ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી
આ વર્ષના ગુજરાતમાં પહેલાની ગરમી કરતા વધુ ગરમી પડવાની આગાહી કરાઈ છે. અલ નીનો અસરને કારણે વધુ ગરમી પડવાની સંભાવના છે. અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 7 તારીખ સુધી વાતાવરણ વાદળછાયું રહેશે. 9મી એપ્રિલથી વાતાવરમમાં ગરમી પકડાશે. 12થી 18 તારીખમાં મોટો પલટો આવશે. જેના કારણે ઘણા વિસ્તારમાં વરસાદ પડી શકે છે. કોઈ જગ્યાએ થોડો તો કોઈ જગ્યાએ ભારે વરસાદ પડવાની પણ સંભાવના વ્યક્ત કરી છે.

ખરાબ અસર થવાની શક્યતા
ભારતીય હવામાન વિભાગના અનુસાર, ગુજરાત, મધ્ય મહારાષ્ટ્ર, કર્ણાટક, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઓડિસા, છત્તીસગઢ અને આંધ્રપ્રદેશમાં ગરમી વધારે પડવાની શક્યતા જોવા મળી રહી છે. જે ગરમી એક મહિના પછી પડે એવી ગરમી અત્યારથી પડી રહી છે. ભારે ગરમીના કારણે લોકોએ પણ પોતાની હેલ્થનું ધ્યાન રાખવું જરૂરી છે. જેના કારણે બિમારીથી બચી શકાય. બાકી આવી ગરમીએ બિમારીને આમંત્રણ આપી શકે છે.