Mizoram: Aizwalમાં ધોધમાર વરસાદને કારણે ખાણ ધસી પડી, 12ના મોત
Mizoram Rain: મિઝોરમની રાજધાની આઈઝોલની બહારના વિસ્તારમાં ભારે વરસાદને કારણે એક ધસી પડી હતી. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 12 લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે બે લોકોને બચાવી લેવામાં આવ્યા છે. પોલીસકર્મીઓ બચાવ કાર્યમાં લાગેલા છે. ભારે વરસાદને કારણે નદીઓના સ્તરમાં પણ વધારો થઇ રહ્યો છે. નદી કિનારે રહેતા લોકોને ઘર છોડીને સલામત સ્થળે જવું પડે છે. રાજ્યની સ્થિતિને જોતા મુખ્યમંત્રી લાલડુહોમાએ બેઠક બોલાવી હતી.
7 people have died as a stone quarry collapsed on the outskirts of Aizawl following incessant rains. Police personnel are engaged in rescue operations. The water levels of rivers are also rising up and many people living in the riverside areas have been evacuated: Mizoram DGP pic.twitter.com/XjPbCfPnx9
— ANI (@ANI) May 28, 2024
ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં ભૂસ્ખલન થયું
આ ઘટના આઈઝોલ શહેરની દક્ષિણ સીમા પર મેલ્થમ અને હલીમેન વચ્ચે સવારે 6 વાગ્યાની આસપાસ બની હતી. પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) અનિલ શુક્લાએ કહ્યું કે અત્યાર સુધીમાં કાટમાળમાંથી 12 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે, જ્યારે હજુ પણ ઘણા લોકો તેની નીચે દટાયેલા છે. અધિકારીઓએ જણાવ્યું કે મૃતકોમાં સાત સ્થાનિક હતા, જ્યારે ત્રણ અન્ય રાજ્યોના હતા. તેમણે વધુમાં કહ્યું કે, હજી પણ 10 થી વધુ લોકો કાટમાળ નીચે ફસાયેલા હોવાની સંભાવના છે. ભારે વરસાદને કારણે વિવિધ વિસ્તારોમાં ભૂસ્ખલનના બનાવો નોંધાયા છે. હંથરમાં નેશનલ હાઈવે-6 પર ભૂસ્ખલનને કારણે આઈઝોલ દેશના અન્ય ભાગોથી કપાઈ ગયું છે. વરસાદના કારણે હાલની સ્થિતિને જોતા તમામ શાળાઓ બંધ કરી દેવામાં આવી છે.
10 died after stone quarry collapsed in Mizoram's Aizawl amid cyclone Remal aftermath
Read @ANI Story | https://t.co/fWjC0zD2ei#Mizoram #Aizawl #CycloneRemal #DGP #IMD pic.twitter.com/qyWvjNM6Oc
— ANI Digital (@ani_digital) May 28, 2024
CM લાલડુહોમાએ બેઠક બોલાવી
ચક્રવાત રેમલની અસર હેઠળ ભારે વરસાદને કારણે રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભૂસ્ખલન થયું, જેમાં ઓછામાં ઓછા બે લોકોના મોત થયા. એક અધિકારીએ જણાવ્યું કે આઈઝોલના સાલેમ વેંગમાં ભૂસ્ખલનને કારણે એક ઈમારત ધરાશાયી થઈ ગઈ, આ દુર્ઘટનામાં ત્રણ લોકો લાપતા થઈ ગયા. હાલ તેમની શોધખોળ ચાલુ છે. ભૂસ્ખલનને કારણે ઘણા આંતરરાજ્ય રાજમાર્ગો પણ ખોરવાયા હતા. વર્તમાન પરિસ્થિતિની સ્થિતિ મેળવવા માટે મુખ્યમંત્રી લાલડુહોમા ગૃહમંત્રી કે. સપડાંગાએ મુખ્ય સચિવ રેણુ શર્મા અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.