December 22, 2024

બાબા રામદેવને વધુ એક ઝટકો, હવે યોગ શિબિર પર લાગશે સર્વિસ ટેક્સ

અમદાવાદ: યોગ ગુરૂ સ્વામી રામદેવને સુપ્રીમ કોર્ટ તરફથી વધુ એક ઝટકો લાગ્યો છે. હવે તેમની યોગ શિબિર સર્વિસ ટેક્સ અંતર્ગત આવી ગઈ છે. સ્વામી રામદેવની યોગ શિબિરનું આયોજન કરવાવાળી સંસ્થા પતંજલિ યોગપીઠ ટ્રસ્ટ હવે સર્વિસ ટેક્સ એટલે કે સર્વિસ ચાર્જ ચૂકવવો પડશે. સુપ્રીમ કોર્ટની જસ્ટિસ અભય એમ ઓક અને જસ્ટિસ ઉજ્જવલ ભૂઈયાની બેંચે આ મામલામાં સર્વિસ ટેક્સ અપીલેટ ટ્રાઈબ્યૂનલના નિર્ણયને યોગ્ય રાખ્યો છે. સર્વિસ ટેક્સ અપીલેટ ટ્રાઈબ્યૂનલે તેમના નિર્ણયમાં પતંજલિ યોગપીઠ ટ્રસ્ટના રહેણાંક અને બિન-રહેણાંક બંને શિબિરના આયોજન માટે સર્વિસ ટેક્સ આપવો ફરજીયાત છે.

મહત્વનું છે કે પતંજલિ યોગપીઠ ટ્રસ્ટ સ્વામી રામદેવની યોગ શિબિર માટે એન્ટ્રી ફી લે છે. જસ્ટિસ ઓક અને જસ્ટિસ ભૂઈયાની બેંતે પોતાના નિર્ણયમાં કહ્યું કે, સર્વિસ ટેક્સ અપીલેટ ટ્રાઈબ્યૂનલે યોગ્ય કર્યું છે. એન્ટ્રી ફી લીધા બાદ શિબિરમાં જે યોગ કરાવવામાં આવે છે તે તો એક પ્રકારે સર્વિસ છે. આથી અમે ટ્રાઈબ્યૂનલના આદેશમાં હવે હસ્તક્ષેર કરવાનો કોઈ કારણ દેખાઈ નથી રહ્યું. આથી પતંજલિ યોગપીઠ ટ્ર્સ્ટની અરજીને રદ્દ કરવામાં આવે છે. આ ઉપરાંત કોર્ટે કસ્ટમ, એક્સાઇઝ અને સર્વિસ ટેક્સ પર ટ્રાઈબ્યૂનલની ઈલ્હાબાદ કોર્ટના 5 ઓક્ટોમ્બર, 2023ના આદેશમાં પણ હસ્તક્ષેપ કરવાની મનાઈ કરી.

આ પણ વાંચો: આ લોકસભાની ચૂંટણીમાં 26 લાખથી વધારે શાહીની બોટલ્સનો વપરાશ થશે

હેલ્થ એન્ડ ફિટનેસ સર્વિસની ક્ષેણીમાં યોગ શિબિર
મહત્વનું છે કે, CESTAT અનુસાર પતંજલિ યોગપીઠ ટ્ર્સ્ટ દ્વારા આયોજીત યોગ શિબિર કોઈ પણ વ્યક્તિ પાસે ફી લીધા બાદ સેવા આપે છે. આથી ટ્ર્સ્ટ દ્વારા આયોજીત યોગ શિબિર સર્વિસ ટેક્સ અંતર્ગત આવે છે. ટ્રાઈબ્યૂનલે કહ્યું કે, ટ્ર્સ્ટ અલગ અલગ રહેણાંક અને બિન રહેણાંક શિબિરોમાં યોગનું પ્રશિક્ષણ આપે છે. જેમાં ભાગ લેનાર વ્યક્તિઓ પાસે દાન સ્વરૂપે રાશિ એકત્રિત કરે છે, પરંતુ વાસ્તવમાં આ રકમ સેવાના બદલામાં આપવામાં આવે છે.

રામદેવ બાબા ચૂકવશે 4.5 કરોડ રુપિયાનો સર્વિસ ટેક્સ
કસ્ટમ્સ અને સેન્ટ્રલ એક્સાઇઝ કમિશનર, મેરઠ રેન્જના આયુક્તે પતંજલિ યોગપીઠ ટ્રસ્ટ પાસે દંડ અને વ્યાજ સહિત ઓક્ટોમ્બર 2006થી માર્ચ 2011 સુધીમાં કરવામાં આવેલી શિબિરોમાં લગભગ 4.5 કરોડ રૂપિયા ચૂકવવાના કહ્યા હતા. ટ્રસ્ટે દલીલ કરી હતી કે, અમે એવી સેવાઓ આપી રહ્યા છીએ. જેના કારણે બીમારીઓનો ઈલાજ થાય છે. આથી અમે હેલ્થ એન્ડ ફિટનેસ સર્વિસ કેટેગરી અંતર્ગત આવતા હોવાથી ટેક્સ યોગ્ય નથી.

CESTATએ કહ્યું હતું કે, આ શિબિરમાં યોગ અને મેડિટેશનની શિક્ષા કોઈ એક વ્યક્તિને નહીં પરંતુ સમગ્ર સભાને એકસાથે આપવામાં આવે છે. કોઈ પણ વ્યક્તિની ખાસ બીમારી, ફરિયાદ માટે લેખિત કે ઉપચાર માટે કોઈ ખાસ નુસ્કાઓ નથી જણાવવામાં આવતા. ટ્ર્સ્ટે શિબિરમાં પ્રવેશ માટે દાનની રૂપમાં પૈસા ભેગા કર્યા. તેમણે અલગ અલગ રકમની ટિકિટ બહાર પાડી. ટિકિટ ધારકોએ તેમની ચૂકવેલી રકમ અનુસાર અલગ અલગ વિશેષ અધિકાર આપવામાં આવ્યા. પતંજલિ યોગપીઠ ટ્રસ્ટ દ્વારા આયોજીત યોગ શિબિર જે પ્રવેશ ફી લે છે. હેલ્થ એન્ડ ફિટનેસ કેટેગરીમાં આવે છે. આવી સેવાઓ પર સર્વિસ ટેક્સ લાગે છે.