Karregutta Hills પર સુરક્ષા દળોએ 31 કુખ્યાત નક્સલવાદીઓને માર્યા, અમિત શાહે આપ્યા સારા સમાચાર

Naxal encounter: નક્સલવાદ વિરુદ્ધ અત્યાર સુધીના સૌથી મોટા ઓપરેશનમાં, છત્તીસગઢ-તેલંગાણા સરહદ પર Karregutta Hills (KGH) પર 31 કુખ્યાત નક્સલીઓને મારી નાખવામાં આવ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પોતે ટ્વીટ દ્વારા આ માહિતી આપી છે. નોંધનીય છે કે, આ દિવસોમાં સુરક્ષા દળોએ નક્સલ મુક્ત ભારત હેઠળ નક્સલવાદીઓને ખતમ કરવાના અભિયાનને વધુ તીવ્ર બનાવ્યું છે.

આ પહાડ પર નક્સલવાદીઓને તાલીમ આપવામાં આવતી હતી
ગૃહમંત્રી અમિત શાહે પોતાના ટ્વિટમાં લખ્યું છે કે નક્સલ મુક્ત ભારતના સંકલ્પમાં ઐતિહાસિક સફળતા પ્રાપ્ત કરતા, સુરક્ષા દળોએ નક્સલવાદ સામેના અત્યાર સુધીના સૌથી મોટા ઓપરેશનમાં છત્તીસગઢ-તેલંગાણા સરહદ પર Karregutta Hills (KGH)માં છુપાયેલા 31 કુખ્યાત નક્સલીઓને ઠાર માર્યા છે. જે પહાડ પર એક સમયે લાલ આતંકનું રાજ હતું ત્યાં આજે તિરંગો ગર્વથી લહેરાવી રહ્યો છે.

21 દિવસમાં નક્સલીઓનો સફાયો થયો
વધુમાં ગૃહમંત્રીએ ટ્વીટમાં લખ્યું કે, Karregutta Hills PLGA બટાલિયન 1, DKSZC, TSC અને CRC જેવા મોટા નક્સલ સંગઠનોનું એકીકૃત મુખ્યાલય હતું, જ્યાં નક્સલ પ્રશિક્ષણની સાથે રણનીતિ અને હથિયારો પણ બનાવવામાં આવતા હતા. અમારા સુરક્ષા દળોએ આ સૌથી મોટું નક્સલ વિરોધી ઓપરેશન માત્ર 21 દિવસમાં પૂર્ણ કર્યું અને મને ખૂબ જ આનંદ છે કે આ ઓપરેશનમાં સુરક્ષા દળોમાં એક પણ જાનહાનિ થઈ નથી. હું અમારા CRPF, STF અને DRG જવાનોને અભિનંદન આપું છું જેમણે ખરાબ હવામાન અને દુર્ગમ પહાડી વિસ્તારોમાં પણ પોતાની બહાદુરી અને સાહસથી નક્સલવાદીઓનો સામનો કર્યો. આખો દેશ તમારા પર ગર્વ કરે છે.

31 માર્ચ સુધીમાં સફાયો થશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અમે નક્સલવાદને તેના મૂળમાંથી નાબૂદ કરવા માટે કટિબદ્ધ છીએ. હું ફરી એકવાર દેશવાસીઓને ખાતરી આપું છું કે ભારત 31 માર્ચ, 2026 સુધીમાં નક્સલ મુક્ત થઈ જશે.