અંબાજી નજીક દારૂની 3720 બોટલો ભરેલી સ્કોર્પિયો કાર ઝડપાઈ, ડ્રાઇવર જંગલમાં ફરાર

બનાસકાંઠા: અંબાજીમાં મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે. અંબાજીથી હડાદ તરફ જઈ રહેલી દારૂ ભરેલી સ્કોર્પિયો કારને મોડી રાત્રે ઝડપી હતી. SMCને મળેલી બાતમીના આધારે દારૂ ભરેલી સ્કોર્પિયો કાર ઝડપાઈ હતી. કારમાંથી રૂપિયા 9.56 લાખનો વિવિધ બ્રાન્ડનો દારૂ ઝડપાયો છે.

સ્કોર્પિયો કારમાં અલગ અલગ પ્રકારની દારૂની 3720 બોટલો મળી આવી હતી. પોલીસે કુલ રૂપિયા 19.56 લાખનો મુદ્દામાલ કબજે કરી આગળની હાથ ધરી છે. અંબાજીથી નાસી છૂટેલી આ કાર હડાદ રોડ ઉપર શીવદત નાળા પાસેથી ઝડપાઈ હતી. જોકે અંધારાનો લાભ લઇ સ્કોર્પિયો કારનો ડ્રાઇવર જંગલમાંથી ફરાર થઈ ગયો હતો. પોલીસે મુદ્દામાલ કબજે કરી ડ્રાઇવરની શોધખોળ હાથ ધરી છે.