September 14, 2024

T20 વર્લ્ડ કપ પ્રેક્ટિસ મેચનું શેડ્યૂલ જાહેર

Women’s T20 World Cup 2024: આ વખતે યુએઈમાં મહિલા ટી20 વર્લ્ડ કપનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ICCએ ટૂર્નામેન્ટ માટે તેનું શેડ્યૂલ પણ જાહેર કર્યું છે. 03 ઓક્ટોબરથી વર્લ્ડ કપની શરૂઆત થશે. વર્લ્ડ કપ પહેલા પ્રેક્ટિસ મેચ પણ રમાશે. ICCએ આજે પ્રેક્ટિસ મેચનું શેડ્યૂલ પણ જાહેર કર્યું છે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમ T20 વર્લ્ડ કપ પહેલા બે પ્રેક્ટિસ મેચ રમાવાની છે.

આ બંને ટીમો સાથે ભારતનો મુકાબલો થશે
મહિલા T20 વર્લ્ડ કપ પહેલા દુબઈમાં ભારત બે વોર્મ-અપ મેચમાં વેસ્ટ ઈન્ડિઝ અને દક્ષિણ આફ્રિકાનો સામનો કરશે. ભારત 29 સપ્ટેમ્બરે વેસ્ટ ઈન્ડિઝ સામે આમનો સામનો થશે. હરમનપ્રીત કૌરની ટીમ 1 ઓક્ટોબરે દક્ષિણ આફ્રિકા સામે ટકરાશે.વર્લ્ડ કપની પ્રથમ મેચ 03 ઓક્ટોબરે રમાશે. જ્યાં બે મેચ રમાશે. પ્રથમ મેચમાં બાંગ્લાદેશનો સામનો સ્કોટલેન્ડ સામે થશે. જ્યારે પાકિસ્તાનની મહિલા ટીમ શ્રીલંકા સામે મેચ રમશે. પ્રેક્ટિસ મેચોના સંપૂર્ણ શેડ્યૂલ પર એક નજર કરીએ.

  • 28 સપ્ટેમ્બર: પાકિસ્તાન VS સ્કોટલેન્ડ
  • 28 સપ્ટેમ્બર: શ્રીલંકા VS બાંગ્લાદેશ
  • 29 સપ્ટેમ્બર: ન્યુઝીલેન્ડ VS દક્ષિણ આફ્રિકા
  • સપ્ટેમ્બર 29: ભારત VS વેસ્ટ ઈન્ડિઝ
  • સપ્ટેમ્બર 29: ઓસ્ટ્રેલિયા VS ઈંગ્લેન્ડ
  • 30 સપ્ટેમ્બર: શ્રીલંકા VS સ્કોટલેન્ડ
  • 30 સપ્ટેમ્બર: બાંગ્લાદેશ VS પાકિસ્તાન
  • 01 ઓક્ટોબર: વેસ્ટ ઈન્ડિઝ VS ઓસ્ટ્રેલિયા
  • 01 ઓક્ટોબર: ઈંગ્લેન્ડ VS ન્યુઝીલેન્ડ
  • 01 ઓક્ટોબર: દક્ષિણ આફ્રિકા VS ભારત

આ ટીમોની ટુકડીઓની જાહેરાત
ICC T20 વર્લ્ડ કપ માટે 10 ટીમોને બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે. જ્યાં ભારત, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, પાકિસ્તાન અને શ્રીલંકા ગ્રુપ Aમાં સામેલ છે. જ્યારે ગ્રુપ બીમાં સ્કોટલેન્ડ, દક્ષિણ આફ્રિકા બાંગ્લાદેશ, ઈંગ્લેન્ડ,અને વેસ્ટ ઈન્ડિઝની ટીમોને સામેલ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં ઓસ્ટ્રેલિયા, ભારત, પાકિસ્તાન અને ઈંગ્લેન્ડે પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે.