સૌરાષ્ટ્ર યુનિવર્સીટી ફરી આવી વિવાદમાં, નેશનલ લેવલ શોર્ટ ટર્મ સર્ટિફિકેટ કોર્સના નામે કૌભાંડનો આક્ષેપ

ઋષિ દવે, રાજકોટ: સૌરાષ્ટ્ર યુનિવર્સીટી ફરી એકવાર વિવાદમાં આવી છે. નેશનલ લેવલ શોર્ટ ટર્મ સર્ટિફિકેટ કોર્સના નામે કૌભાંડનો આક્ષેપ કર્યો છે. બરોડાના બળવંત પારેખ નામના NGOને ફાયદો કરાવવાના કૌભાંડના આક્ષેપ લગાવ્યા છે. કોંગ્રેસ પ્રવક્તા નિદત બારોટે પુરાવા સાથે કુલપતિને પત્ર લખ્યો હતો.
શોર્ટ ટર્મ કોર્સની ફી સૌરાષ્ટ્ર યુનિવર્સીટીને બદલે NGOના ખાતામાં જમા કરાવાઈ હોવાનો આરોપ લગાવ્યો છે. વિદ્યાર્થીઓને ફી ની પહોંચ પણ અપાઈ ન હોવાનું ઉલ્લેખ કર્યો છે. અંગ્રેજી ભવનના વડા રવિ ઝાલા અને NGOની સાઠગાંઠથી ઉઘરાણા કરાયાનો ઉલ્લેખ કર્યો છે. નિદત બારોટ દ્વારા કુલપતિને NGOના ખાતા નંબર સાથે લેખિતમાં ફરિયાદ કરાઈ છે. યોગ્ય તપાસ કરી જવાબદાર સામે સખ્ત કાર્યવાહી કરવા જણાવાયું હતું.