April 1, 2025

સૌરાષ્ટ્ર-કચ્છમાં સિંચાઈનું પાણી બંધ કરવા નિર્ણય, હજારો ખેડૂતોને પડ્યા પર પાટું જેવો ઘાટ સર્જાશે!

સુરેન્દ્રનગરઃ આગામી 15મી માર્ચથી કેનાલમાં સિંચાઈનું પાણી બંધ કરવાનો નર્મદા નિગમે મોટો નિર્ણય લીધો છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં નર્મદાનું પાણી પૂરું પાડતી કેનાલોમાં 15મી માર્ચથી પાણી બંધ કરવામાં આવશે.

કેનાલમાં પાણી બંધ કરતા ઝાલાવાડનાં 300 ગામો ઉપરાંત કુલ 5 જિલ્લામાં પાક પર ખતરો સર્જાશે. સૌરાષ્ટ્ર-કચ્છને પાણી પૂરું પાડતા ધોળીધજા ડેમ પીવાના પાણી માટે છલોછલ કરવામાં આવ્યો છે. તેમાંથી સિંચાઈ માટે કેનાલમાંથી પાણી ઉપાડી શકાશે નહીં.

સુરેન્દ્રનગરના 300 ગામો ઉપરાંત બોટાદ, મોરબી, ભાવનગર અને રાજકોટ સહિત પાંચ જિલ્લામાં ધરતીપુત્રો પર પડ્યા પર પાટું જેવા હાલ થશે. આથી કેનાલના ભરોસે ઉનાળું કે અન્ય પાક કે અન્ય વાવેતર ન કરવા નર્મદા નિગમે તાકીદ કરી છે.