આપા ગીગાની જગ્યાનો વિવાદ સુરત પહોંચ્યો, કડિયા સમાજ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું
Satadhar Mandir: સતાધાર ધામ અને આપા ગીગાની જગ્યાનો વિવાદ સુરત પહોંચ્યો છે. જ્યાં ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ દ્વારા જિલ્લા કલેક્ટર કચેરીએ મોરચો માંડી વિજય બાપુને બદનામ કરવાનું ષડયંત્ર મામલે આવેદન આપવામાં આવ્યું છે. અસામાજિક તત્વો વિરુદ્ધ તટસ્થ તપાસની માંગ સાથે સૂત્રોચાર અને નારેબાજી કરી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. સમાજના આગેવાનોએ આક્ષેપકતા જણાવ્યું હતું કે આ એક સુનિયોજિત કાવતરું છે અને વિજય બાપુ પાસેથી રૂપિયા પડાવવા માટે તેઓને બ્લેકમેલ અને બદનામ કરવામાં આવી રહ્યા છે. જેથી રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહ મંત્રી આ મામલે યોગ્ય તપાસ કરાવી અસામાજિક તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરે તેવી સમસ્ત સનાતન ધર્મના લોકોની માંગ છે.
તપાસની માંગ કરી
સૌરાષ્ટ્રના સત્તાધાર ગામ અને આપાગીગાની જગ્યાનો વિવાદ હવે સુરત પહોંચ્યો છે. વિજય બાપુને બદનામ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. તેવા આક્ષેપ ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજે કર્યો છે. જેના વિરોધમાં સુરત જિલ્લા કલેકટર કચેરી ખાતે આજરોજ સમાજના લોકોએ મોટી સંખ્યામાં એકત્ર થઈ મોરચો માંડ્યો હતો. જ્યાં આ સામાજિક તત્વો વિરુદ્ધ તટસ્થ તપાસની માંગ સાથે સમાજના લોકોએ ભારે સૂત્રોચાર અને નારેબાજી કરી હતી. રાજ્યના મુખ્યમંત્રી અને રાજ્ય ગૃહમંત્રીને ઉદ્દેશી જિલ્લા કલેકટરને ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ દ્વારા આવેદન આપવામાં આવ્યું હતું.
આ પણ વાંચો:ઓલપાડમાં પતિએ પત્ની હત્યા કરી પછી પોતે દવા પીને કર્યો આપઘાત
સમાજના આગેવાનોએ કહી આ વાત
આવેદનપત્રને લઈ સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે, જગ્યા અને તેના મહંત વિજય બાપુને બદનામ કરવાનો પ્રયાસ થઇ રહ્યો છે. પૂજ્ય વિજય બાપુના ચરિત્રને લાંછન લગાડવા અને બ્લેકમેલ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પૈસા પડાવવાના કાવતરા કરી લોકોના કારણે ધાર્મિક તથા સામાજિક લાગણીને ઠેસ પહોંચાડવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. સમાજની ધાર્મિક લાગણી દુભાવાનો પણ પ્રયાસ થયો છે. આરોપીઓ સામે તટસ્થ તપાસ કરવાની માંગ સાથે જિલ્લા કલેકટરને આવેદન આપવામાં આવ્યું છે. તપાસ કરવામાં આવે તો મોટા માથાઓના નામો સામે આવી શકે છે. આ એક મોટું ષડયંત્ર છે. જેની તપાસ થવી જરૂરી છે.પૂજ્ય બાપુનું અપમાન અને તેમને બદનામ કરવાનો પ્રયાસ સમાજ કોઈ પણ સંજોગોમાં સાંખી નહીં લે.