July 4, 2024

BSNLનો આવ્યો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન

BSNL New Recharge Plan: સરકારી ટેલિકોમ કંપની BSNL હંમેશા તેના ગ્રાહકોને સસ્તા અને લોકોને પોસાય તેવા પ્લાન ઓફર કરતું હોય છે. કંપની પાસે ટૂંકા ગાળાના પ્લાન અને લાંબા ગાળાના પ્લાન બંને તેની પાસે છે. પરંતુ આજે અમે તમને એવા પ્લાન વિશે જણાવા જઈ રહ્યા છીએ જેમાં તમને 10 રૂપિયાથી ઓછી કિંમતમાં 60 દિવસની વેલિડિટી મળશે.

સૌથી સસ્તો રિચાર્જ પ્લાન
જિયો, એરટેલ અને વોડાફોન આઈડિયા આ તમામ ભારતની ટોપ કંપનીઓ છે. જેમાં Jio અને Airtel દેશની નંબર વન અને નંબર ટુ કંપનીઓમાં ગણવામાં આવે છે. આ તમામ કંપનીઓ તેમના ગ્રાહકો માટે સસ્તું રિચાર્જ પ્લાન આપે છે. પરંતુ એમ છતાં સરકારી ટેલિકોમ કંપની BSNLનો પ્લાન જ સૌથી ઓછો જોવા મળે છે. BSNL પાસે સસ્તા પ્લાનની લાંબી યાદી છે જેના કારણે તમારા બજેટ પ્રમાણે અને તમારી જરૂરિયાત અનુસાર તેને પસંદ કરી શકો છો. જેમાં તમને છ મહિના સુધીની વેલિડિટી વાળા પ્લાન પણ જોવા મળશે.

BSNL નો સસ્તો પ્લાન
અમે જે BSNL રિચાર્જ પ્લાનની વાત કરી રહ્યા છીએ તે 60 દિવસની વેલિડિટીનો છે. જેમાં તમને કોલિંગ અને ડેટા બેનિફિટ્સ બન્ને મળી જશે. ખાસ વાત તો એ છે કે જો તમે તમારા ફોનમાં બે સિમનો ઉપયોગ કરી રહ્યા છો અને તમારી પાસે બીજું BSNLનું સિમ કાર્ડ છે તો તમારી વેલિડિટી લાંબી થઈ શકે છે. . આ પ્લાન લેવા માટે તમારે ખાલી 108 રૂપિયા ખર્ચવા પડશે. ડેટાની વાત કરવામાં આવે તો તેમાં તમને 1GB ડેટા મળી રહેશે. આ સાથે તમને આ સાથે 500 SMSનો પણ ફાયદો મળી રહેશે. જો તમારા ડેટા ખલાસ થઈ જાય છે તો તમારે 25 પૈસા ચૂકવવાના રહેશે. જો તમે BSNLના લિસ્ટમાં 365 દિવસની વેલિડિટીનો પ્લાન શોધી રહ્યા છો, તો તમને આનો વિકલ્પ પણ મળી રહેશે. 321 રૂપિયાના પ્લાન સાથે તમારો નંબર રિચાર્જ કરી શકો છો. જેમાં તમને એક વર્ષ માટે કૉલિંગ, ડેટા અને SMSનો લાભ પ્રાપ્ત થઈ શકે છે.