November 23, 2024

સરબજોત સિંહ 10 મીટર એર પિસ્તોલ મિક્સ્ડ ટીમ ઈવેન્ટની બ્રોન્ઝ મેડલ મેચ માટે ક્વોલિફાય

Sarabjot Singh Olympics 2024 Paris: મનુ ભાકર સાથે સરબજોત સિંહ પણ સોમવારે 10 મીટર એર પિસ્તોલ મિક્સ્ડ ટીમ ઈવેન્ટની બ્રોન્ઝ મેડલ મેચ માટે ક્વોલિફાય થઈ ગયા છે. આજના દિવસે મનુ ભાકર અને સરબજોત સિંહ પર તમામ ભારતીયની આશા છે. પરંતુ શું તમને ખબર છે કે સરબજોત સિંહ કોણ છે? આવો જાણીએ.

આજે કોરિયા સામે ટકરાશે
ભારતીય શૂટર સરબજોત સિંહે પેરિસ ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ મેચ માટે ક્વોલિફાય કર્યું છે. આ સાથે પેરિસ ઓલિમ્પિકમાં ભારતને પ્રથમ મેડલ અપાવનાર મનુ ભાકેર, સરબજોત સિંહ સાથે મળીને સોમવારે 10 મીટર એર પિસ્તોલ મિક્સ્ડ ટીમ ઈવેન્ટની બ્રોન્ઝ મેડલ મેચ માટે પણ ક્વોલિફાય કર્યું હતું. મનુ અને સરબજોતે મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં મેડલ રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો જ્યાં આજે કોરિયા સામે ટકરાશે.

આ પણ વાંચો: મનિકા બત્રાએ ટેબલ ટેનિસમાં રચ્યો ઈતિહાસ, ઓલિમ્પિકના આ રાઉન્ડમાં પહોંચનાર પ્રથમ ભારતીય

સરબજોત સિંહ કોણ છે?
સરબજોત સિંહ પંજાબના એક નાના ગામડાથી આવે છે. તે સામાન્ય પરિવારમાંથી આવે છે. તેના માતા-પિતાએ હંમેશા તેને સાથ આપ્યો છે અને તેની શૂટિંગની આ સફરમાં બને તેટલો સાથ આપ્યો છે. તેના શિક્ષણની વાત કરવામાં આવે તો તેણે પ્રારંભિક શિક્ષણ પંજાબમાં કર્યું છે. બાળપણથી જ તેને રમત પ્રત્યે ખુબ પ્રેમ હતો. તેણે શાળાના સમયથી જ શૂટિંગ કરવાનું શરૂ કરી દીધું હતું. ઉચ્ચ શિક્ષણ માટે તેઓ દિલ્હી ગયા અને ત્યાં શૂટિંગની તાલીમ ચાલુ રાખી હતી.