June 28, 2024

જ્યારે કૂતરાએ એક્ટ્રેસના હોઠ પર ભર્યું બચકું, સર્જરી બાદ પણ રહી ગયા નિશાન….

Bigg Boss OTT 3: બિગબોસ ઓટીટીના ત્રીજા સિઝનની શરૂઆત થઇ ગઇ છે. આ શોની કમાન આ વખતે બોલિવૂડના એવરગ્રીન અભિનેતા અનિલ કપુરે સંભાળી છે. અનિલે એક એક કરીને તમામ સ્પર્ધકોનું સ્વાગત કર્યું અને દર્શકો સાથે તેમનું અભિવાદન કરાવ્યું. શોમાં આ વખતે વડાપાંવ ગર્લ ચંદ્રીકા દીક્ષિતથી લઈ બોલિવૂડ અભિનેતા રણવીર શૌરી જેવા ચર્ચિત નામોએ એન્ટ્રી લીધી છે. બિગ બોસ ઓટીટીમાં ટીવીથી લઈ બોલિવૂડ, પત્રકાર, સોશિયલ મીડિયા ઈંફ્લુએંસર અને યૂટ્યૂબર્સ સુધી સ્પર્ધક બનીને પહોંચ્યા છે. આ દરમિયાન શોમાં સામેલ થયેલ એક્ટ્રેસ સના મકબૂલે પોતાને લઈ ચોંકાવનારા ખુલાસા કર્યા છે. એક્ટ્રેસે જણાવ્યું કે તેના હોઠ પર શ્વાને બચકું ભર્યું હતું, જેના કારણે તેને સર્જરી કરાવવા પડી હતી.

પૌલોમીને થયુ હતું બ્રેન હેમરેજ
શો શરૂ થતા જ એક્ટ્રેસ સના મકબૂલને કો-કન્ટેસ્ટન્ટ પૌલોમી દાસ સાથે વાત કરતી નજર આવી. જ્યાં બંનેએ પોતાના વિશેની કેટલીક વાતો શેર કરી અને સાથે જ પોતાના સાથે બનેલી ઘટનાઓ વિશે ઉલ્લેખ કર્યો. પૌમોલીએ જ્યાં ખુલાસો કર્યો કે, તેને એક વખત બ્રેન હેમરેજ થયું હતું, જેના કારણે તેને લગભગ ત્રણ મહિના સુધીની કોઈ વાત યાદ નથી, તેને એક શોથી પણ અચાનકથી રિપ્લેસ કરી દેવામાં આવી હતી. આ દરમિયાન પૌલોમીએ સનાના હોઠની આસપાસ નિશાન જોયા અને અભિનેત્રીને તેના વિશે પૂછ્યું હતું.

સનાએ કર્યો ભયાનક ઘટનાનો ખુલાસો
પૌલોમીના સવાલનો જવાબ આપતા સનાએ કહ્યું કે આ પહેલાના નિશાન છે. બીજી તરફ શીવાની સનાના નિશાન જોઈ હસે છે, જેના પર સના તેને હસવાની ના પાડે છે અને કહે છે કે આ ખુબ જ ભયાનક ઘટના હતી. જેના કારણે તેને સર્જરીથી પસાર થવું પડ્યું હતું. એક્ટ્રેસે જણાવ્યું કે શ્વાને તેના ચહેરાના હોઠવાળા ભાગમાં બચકું ભરી લીધુ હતું. પૌલોમીએ સનાની વાત સાંભળીને કહ્યું-‘એટલે જ તમારો ચહેરો… કોઈ કેવી રીતે ભૂલી શકે.’

આ પણ વાંચો: આંટીને લાગ્યો સોશિયલ મીડિયાનો ચસ્કો, વીડિયો જોઈ લોકોએ કહ્યું ‘મજા આવી ગઈ’

મારો ચહેરો જ મારી રોજી-રોટી છે: સના મકબૂલ
સનાએ આગળ કહ્યું કે તેનો ચહેરો જ તેની રોજી-રોટી છે. આવામાં તેના માટે ઘટના ખુબ જ ભયનક હતી. તેણે એવું પણ જણાવ્યું કે આ ઘટના બાદ તે ઘણા સમય સુધી ડિપ્રેશનમાં પણ રહી હતી. આ પહેલા સનાએ ખતરો કે ખિલાડી દરમિયાન પણ આ ઘટના વિશે વાત કરી હતી. સનાએ જણાવ્યું હતું કે, લોકડાઉન દરમિયાન એક શ્વાને તેનો ચહેરો, ખાસ કરીને હોઠવાળા ભાગે બચકું ભરી લીધુ હતું. જેના કારણે તેને સર્જરી કરાવવી પડી હતી. જોકે હાલમાં પણ તેના નિશાન છે.