July 7, 2024

Samsung Googleના સંબંધો તૂટ્યા, માર્ચથી આ ફીચરમાં બદલાવ

Samsung : જો તમે સેમસંગ વપરાશકર્તા છો, તો તમને હવેથી નુકસાન થઈ શકે છે. કારણ કે સેમસંગે ગૂગલ આસિસ્ટન્ટ સાથેના સંબંધો તોડી નાખ્યા છે. આવી સ્થિતિમાં સેમસંગ ટીવીમાં ગૂગલ આસિસ્ટન્ટ સપોર્ટ આપવામાં આવશે નહીં. રિપોર્ટ અનુસાર, 1 માર્ચ 2024થી સેમસંગ સ્માર્ટ ટીવીમાં ગૂગલ આસિસ્ટન્ટ કામ કરશે નહીં. આ સમયે તમને સવાલ થતો હશે કે આવું કેમ થઈ રહ્યું છે? અહિંયા અમે એ વાત ક્લિયર કરીએ છીએ કે તમામ સ્માર્ટ ટીવી માટે ગૂગલ આસિસ્ટન્ટ ફીચર બંધ કરવામાં આવી રહ્યું નથી.

કયા સ્માર્ટ ટીવી Google સહાયક સાથે કામ કરશે નહીં?
1. 2022 મોડલ,
2. 2021 મોડલ,
3. 2020 8K અને 4K QLED ટીવી
4. 2020 ક્રિસ્ટલ યુએચડી ટીવી
5. 2020 જીવનશૈલી ટીવી (ફ્રેમ, સેરિફ, ટેરેસ અને સેરો)

આ પણ વાચો: Delhi: ડિવાઈસ કરશે કેન્સરના દર્દીનું ડિટેક્શન, AIIMSમાં AIથી ઈલાજ

બંધ થઈ ગઈ
એક માહિતી અનુસાર ચાર વર્ષ પહેલા 2020માં સેમસંગે તેના ટીવીમાં ગૂગલ આસિસ્ટન્ટ સપોર્ટ આપવાનું શરૂ કર્યું હતું. જો કે, આ ભાગીદારી માત્ર 4 વર્ષમાં સમાપ્ત થઈ રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે ગૂગલ પોલિસીમાં ફેરફારને કારણે આ બદલાવ થઈ રહ્યા છે. જોકે ગૂગલ આસિસ્ટન્ટ સપોર્ટ બંધ કરવા પાછળનું કોઈ ચોક્કસ કારણ જાણી શકાયું નથી. ગૂગલ આસિસ્ટન્ટ ફીચર કોઈપણ કમાન્ડ માટે વૉઇસ સપોર્ટ કરવામાં મદદ કરે છે. જેના થકી તમે સ્માર્ટ ટીવીને બોલીને પણ ઓપરેટ કરી શકો છો. આ સાથે જ તમે ટીવીનું વોલ્યુમ વધારી અને ઘટાડી શકો છો. આ Googleનું પોતાનું ફિચર્ઝ છે. જે મોટા ભાગના ટીવીના નવા આવી રહેલા મોડલમાં આપવામાં આવે છે. તમને જણાવી દઈએ કે ચાર વર્ષ પહેલા 2020માં સેમસંગે તેના ટીવીમાં ગૂગલ આસિસ્ટન્ટ સપોર્ટ આપવાનું શરૂ કર્યું હતું. જોકે, આ ભાગીદારી માત્ર 4 વર્ષમાં બંધ થઈ રહી છે.

આ પણ વાચો: Apple Aiના એંધાણ, CEOએ આપી દીધા મોટા સંકેત

આ વર્ષે કંપનીએ લોન્ચ કર્યું હતું
વર્ષ 2020માં પહેલીવાર સેમસંગે પોતાના ટીવીમાં ગૂગલ આસિસ્ટન્ટનું ફીચર આપ્યું હતું. તેને લોન્ચ થયાને 4 વર્ષ જ થયા હતા કે હવે કંપનીએ તેને દૂર કરવાનો નિર્ણય લીધો છે. કંપનીએ કહ્યું કે ગૂગલની પોલિસીમાં ફેરફારને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. કંપનીએ તેના સપોર્ટ પેજમાં માહિતી આપતા કહ્યું કે ગૂગલની પોલિસીમાં ફેરફારને કારણે 1 માર્ચ 2024થી સેમસંગ ટીવી પર ગૂગલ આસિસ્ટન્ટ ઉપલબ્ધ રાખવામાં આવશે નહીં.