બોમ્બથી ઉડાવી દઈશું કાર… ઘરમાં ઘુસીને મારીશું, સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી

Salman Khan: બોલિવૂડના ભાઈજાન સલમાન ખાનની મુશ્કેલીઓનો અંત આવવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. ફરી એકવાર સુપરસ્ટારને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. મુંબઈના વરલી ટ્રાફિક વિભાગના વોટ્સએપ નંબર પર એક અજાણ્યા વ્યક્તિએ ધમકીભર્યો મેસેજ મોકલ્યો છે. હાલમાં પોલીસે અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધ્યો છે.
મળતી માહિતી અનુસાર સલમાન ખાન સતત જાનથી મારી નાખવાની ધમકીઓ મળે છે. છેલ્લા કેટલાક મહિનાઓથી પરિસ્થિતિ થોડી શાંત હતી. પણ ફરી એકવાર તેનો જીવ જોખમમાં છે. મુંબઈના વરલીમાં ટ્રાફિક વિભાગના વોટ્સએપ નંબર પર એક અજાણ્યા વ્યક્તિએ ધમકી મોકલી છે. ખરેખર, સલમાનને તેના ઘરમાં ઘૂસીને મારી નાખવાની ધમકી આપવામાં આવી છે.
આ પણ વાંચો: મહેસાણામાં 335 લોકોના લાઇસન્સ થશે સસ્પેન્ડ! 5 વર્ષથી નથી ભર્યો ઈ-મેમો, RTOએ તાબતડતોડ કરી કાર્યવાહી
આ સાથે સલમાન ખાનની કારને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી પણ આપવામાં આવી છે. હાલમાં, ધમકી આપનાર વ્યક્તિ વિરુદ્ધ વર્લી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે.