સતાધાર ખાતે સાધુ સંતોની બેઠક પૂર્ણ, વિજય બાપુને સાધુ સંતોએ આપ્યો ટેકો
Satadhar Mandir: સતાધાર ખાતે સાધુ સંતોની બેઠક પૂર્ણ થઈ છે. રાજ્યના તમામ જિલ્લાના 50 થી વધુ સનાતન ધર્મ સાથે જોડાયેલી સંસ્થા અને ધાર્મિક સ્થાનોના સાધુ સંતો બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. વિજય બાપુને તમામ સાધુ સંતોએ ટેકો આપ્યો છે.
આ પણ વાંચો: છેડતી કરતા રોમિયો સામે રણચંડી બની યુવતી, પોલીસ સ્ટેશન પરિસરમાં જ કરી તમાચાવાડી
વિજય બાપુ સાથે ગુજરાતભરના સાધુ સંતો
વિજય બાપુના સમર્થનમાં ગુજરાતભરના સાધુ સંતો છે. વિજય બાપુને તમામ સાધુ સંતોએ ટેકો આપ્યો છે. રસ્તો કાઢવા માટે સંતો આગળ આવશે. સતાધારની પરંપરા સામે જે આક્ષેપો કરવામાં આવ્યા છે તે પાયાવિહોણા છે. વિજય બાપુ સામે વ્યક્તિગત આક્ષેપબાજી થઈ રહી છે. વ્યક્તિગત આક્ષેપોને લઈને ભાવિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ગુરૂવંદના મંચના સંસ્થાપક ડી જી વણઝારાએ મોટું નિવેદન આપ્યું છે. આક્ષેપબાજી કરનારા સામે માનહાનીની કાર્યવાહી કરાશે. બંને પક્ષ વચ્ચે પહેલા સમાધાનની કરાશે પ્રક્રિયા. જો સમાધાન નહીં થાય તો કરાશે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.