સચિન તેંડુલકરનો વિનેશ માટે ઈમોશનલ મેસેજ – આખો દેશ તમારી સાથે છે

Vinesh Phogat: વિનેશ ફોગટના પેરિસ ઓલિમ્પિકમાંથી બહાર થવાથી સચિન તેંડુલકર પણ નિરાશ જોવા મળી રહ્યા છે. તેમણે સચિને વિનેશ ફોગાટ અને નિશા દહિયાના વખાણ કરતા X પર એક લાંબી પોસ્ટ લખી છે. આ પોસ્ટમાં સચિને બંને કુસ્તીબાજોના જુસ્સા અને હિંમતની પ્રશંસા કરી છે.

સમગ્ર દેશ દુઃખી છે
વિનેશ ફોગાટને પેરિસ ઓલિમ્પિકમાંથી ગેરલાયક ઠેરવવાથી સમગ્ર દેશ દુઃખી છે. આજે, જેમ જેમ સૂર્ય ઉગ્યો, દેશને વિનેશ ફોગટ પાસેથી ઓછામાં ઓછા સિલ્વર મેડલની અપેક્ષા હતી, પરંતુ તરત જ સમાચાર આવ્યા કે ભારતીય મહિલા કુસ્તીબાજ ફાઈનલ રમી શકશે નહીં, બધી આશાઓ પર પાણી ફરી વળ્યું હતું.. આ સમાચારથી સામાન્ય ભારતીય લોકોની સાથે ક્રિકેટના તમામ ખેલાડીઓમાં પણ નિરાશા જોવા મળી રહી છે જેમાં તેંડુલકર પણ નિરાશ છે. સચિને સોશિયલ મીડિયા પર વિનેશ ફોગટ અને નિશા દહિયાના વખાણ કરતી લાંબી પોસ્ટ લખી છે.

આ પણ વાંચો: 2017નો આ નિયમ વિનેશ ફોગાટ પર ભારે પડ્યો! કુસ્તીનું ફોર્મેટ બદલી નાંખ્યું

સચિને પોસ્ટમાં લખ્યું આ
સચિને X પર લખ્યું, “નિશા દહિયા અને વિનેશ ફોગટ, તમારી હિંમત અને નિશ્ચયએ સમગ્ર રાષ્ટ્રને પ્રેરણા આપી છે. ઈજાગ્રસ્ત હોવા છતાં આટલા જુસ્સા સાથે લડવું નિશા માટે ખરેખર અદ્ભુત હતું. વિનેશ તમે ફાઇનલમાં જગ્યા બનાવી. ભલે પરિણામો અમે ધાર્યા પ્રમાણે ન હતા, અમને તમારા બંને પર ખૂબ ગર્વ છે.”