March 1, 2025

રાયસંગપુરના લોકો પાણી માટે થયા લાચાર, લાખો રૂપિયાનો ખર્ચ છતાં નળ કનેક્શન નથી

Sabarkantha News: સાબરકાંઠાના હિંમતનગરથી 17 કિલોમીટરના અંતરે આવેલ રાયસંગપુર ગામે છેલ્લા કેટલાય સમયથી બનાવવામાં આવેલી પાણીની ટાંકીની સમસ્યાથી લોકો પરેશાન છે. સરકાર દ્વારા લાખો રૂપિયા ખર્ચી હજારો લિટર પાણીના ટાંકા બનાવવામાં આવે છે. પરંતુ લોકો સુધી પાણી પહોંચી રહ્યું નથી. આવું જ કંઈક બનાસકાંઠામાં થયું છે. પાણી માટે કરાયેલ લાખો રૂપિયાનો ખર્ચ પાણીમાં ગયો છે કારણ કે લોકોને નળ કનેક્શન આપવામાં આવ્યું નથી. ગ્રામજનોમાં તેને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે.

ગટર લાઈટ માટે વિશેષ ભાર
રાજ્ય સરકાર દ્વારા ગ્રામ્ય કક્ષાએ પાયારૂપ સુવિધાઓ આપવાના ભાગરૂપે સ્થાનિક ગ્રામ પંચાયત થકી પ્રતિ વ્યક્તિ દીઠ કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકારની ગ્રાન્ટ ફરવાથી હોય છે. સાથો સાથ વિવિધ યોજનાઓ અંતર્ગત પણ રસ્તા ગટર લાઈટ માટે વિશેષ ભાર મૂકવામાં આવતો હોય છે. જોકે સ્થાનિક કક્ષાએ ચાલતી રાજનીતિ તેમજ આક્ષેપ પ્રત્યાક્ષેપ થકી આજે કેટલાય ગામડાઓ સુવિધાથી વિહોણા છે. ત્યારે સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક એવા હિંમતનગર થી 17 કિલોમીટરની અંતરે આવેલા રાયસંગપુર ગામે દરેક વ્યક્તિની પાયારૂપ જરૂરિયાત ગણતરી પાણી માટે આજે પણ દરરોજ કેટલાય કિલોમીટર રજરપાઠ પછી ગામની મહિલાઓ પાણી મેળવે છે. પ્રતિ દિવસ થઈ રહેલી આ તકલીફના બદલે હવે સ્થાનિકોમાં પણ રાયસનપુર ગ્રામ પંચાયતથી લઈ રાજ્ય સરકાર દ્વારા બનાવવામાં આવેલા પાણીના ટાંકાના અધિકારીઓ સામે વિવિધ આક્ષેપો થઈ રહ્યા છે. જોકે આક્ષેપો અંતર્ગત સત્ય તો સમય આધારિત સામે આવશે. પરંતુ હાલમાં સ્થાનિકોને પાણી માટે પણ પ્રતિ દિવસ કેટલાય કિલોમીટર રજવું પડે છે તે નવાઈની વાત છે. જોકે હવે સ્થાનિકો ગ્રામ પંચાયત સહિત વહીવટી તંત્ર સામે આગામી સમયમાં આંદોલન તરફ આગળ વધે તો નવાઈ નહીં.

આ પણ વાંચો: Champions Trophy 2025: IND vs NZ વચ્ચેની મેચમાં દુબઈ પિચ કેવી રહેશ?

માથાદીઠ રકમ ફાળવવામાં આવતી હોય
દરેક વ્યક્તિ માટે રસ્તા પાણી અને લાઈટ જેવી પાયારૂપ સુવિધાઓ પૂરી કરવાના મામલે ગુજરાત સરકાર દ્વારા દરેક ગ્રામીણ વ્યક્તિને માથાદીઠ રકમ ફાળવવામાં આવતી હોય છે. જોકે યોગ્ય વહીવટ કરવામાં સ્થાનિક લોકો નબળા પુરવાર થાય તો ક્યારેક ભ્રષ્ટાચાર ઉડીને આંખે વર્ગે તેઓ હોય છે. ત્યારે હિંમતનગરના રાયસંગપુર ગામે પાણીની પરોજન આગામી સમયમાં કેટલા લોકો માટે સમસ્યા રૂપ બનશે એ તો સમય જ બતાવશે.