September 20, 2024

ઇડરની તળેટીમાં બિરાજમાન રામેશ્વર મહાદેવ, દરવર્ષે જવ જેટલું શિવલિંગ વધે છે!

પાર્થ ભટ્ટ, ઇડરઃ સાબરકાંઠાના ઇડરીયા ગઢની પર્વતમાળા વચ્ચે તળેટીમાં આવેલું છે શિવજીનું સ્વયંભૂ શિવલિંગ. એવી માન્યતા છે કે, દરવર્ષે આ શિવલિંગ એક જવ જેટલું ઉંચુ થાય છે. ધીરે ધીરે તેની ઉંચાઈ વધતી જાય છે. આ શિવાલયનું મહત્વ એટલું છે કે, મોટી સંખ્યામાં શિવભક્તો શ્રાવણ મહિનામાં અહીં ઉમટી પડે છે અને મહાદેવની આરાધના કરી ધન્યતા અનુભવે છે.

ઇડરની તળેટીઓ વચ્ચે સ્વયંભૂ પ્રગટ્યા છે ‘રામેશ્વર મહાદેવ’. તેમનું કદ કર વર્ષે એક જવ જેટલું વધે છે. આ શિવલિંગ આશરે 150 વર્ષ જૂનું માનવામાં આવે છે.

એક દંતકથા પ્રમાણે, આ શિવલિંગ પર કેટલીય વાર ગાય અહીં આવી દૂધની ધારા કરતી હતી. ત્યારે એકવાર ભરવાડે તપાસ કરતા ખબર પડી કે, અહીંયા શિવલિંગ છે અને આ શિવલિંગ ધીરે ધીરે પૂજા કરતા કરતા માલુમ પડ્યું કે દર વર્ષે વધતું જાય છે. લોકવાયકા પ્રમાણે આ શિવલિંગ એક નાના શાલીગ્રામ જેટલું હતું અને અત્યારે ધીરે ધીરે તે ઘણું જ મોટું થઈ ગયું છે.

આ પણ વાંચોઃ દારુકા રાક્ષસીનો વધ કરી સ્વયંભૂ પ્રગટ થયા ‘નાગેશ્વર’ મહાદેવ

કેટલાય ભક્તો વર્ષોથી આ ગિરિમાળાની વચ્ચે આવેલા શિવલિંગને દર્શન કરવા આવે છે અને તેમની દરેક મનોકામનાઓ અહીંયા પૂર્ણ થાય છે. બ્રાહ્મણો દ્વારા પણ અહીંયા શિવજીની અનેક પૂજાઓ કરવામાં આવે છે. ભગવાન શિવના જેટલા પણ ગુણગાન ગાવામાં આવે તેટલા ઓછા છે.