કેન્સર સામેની ઝુંબેશ શરૂઃ સારવાર માટેના 300થી વધુ મેડિકલ કેમ્પ શરૂ

Sabarkantha News: ભારત સરકાર દ્વારા ડાયાબિટીસ, હાયપરટેન્શન સહિત કેન્સર જેવી ઘાતક બીમારીઓ સામે શરૂઆતના તબક્કાથી જ ઓળખ અને નિદાન માટે વિશેષ પ્રયાસ હાથ ધરાયું છે. જે અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા 30 વર્ષથી વધુની વયના તમામ ભારતીયો માટે આગામી 45 દિવસ સુધી તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રથી લઈ સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને જિલ્લાની મુખ્ય સિવિલ હોસ્પિટલમાં વિશેષ ડ્રાઇવની શરૂઆત કરાઈ છે. તેમજ આ સમયગાળા દરમિયાન મળેલા તમામ દર્દીઓની ઓળખ થયા બાદ તેનું નિદાન અને સારવાર પણ નિશુલ્ક થનારું છે.

વિશેષ મેડિકલ કેમ્પ શરૂ કરાયા
સાબરકાંઠા જિલ્લા આરોગ્ય વિભાગ સહિત સમગ્ર દેશભરમાં કેન્દ્ર સરકાર દ્વારા HWCS કાર્યક્રમ અંતર્ગત 30 વર્ષથી ઉપરના તમામ ભારતીયોના આરોગ્યની વિશેષ તપાસ શરૂ કરાય છે. જેમાં અત્યંત ઘાતક ગણાતા બ્રેસ્ટ કેન્સર, સર્વાયકલ કેન્સર સહિત હાઇપર ટેન્શન અને ડાયાબિટીસ જેવી બીમારીઓને દૂર કરવા માટે સતત 45 દિવસ સુધી એકલા સાબરકાંઠા માંજ 300 થી વધુ જગ્યાઓ પર વિશેષ મેડિકલ કેમ્પ શરૂ કરાયા છે. જેમાં 30 વર્ષથી વધુ વય મર્યાદા ધરાવનારા લોકો માટે વિશેષ તપાસ ડ્રાઈવ શરૂ થઈ છે. જોકે આ વિશેષ ડ્રાઇવ દરમિયાન જે કોઈ વ્યક્તિઓને બેસ્ટ કેન્સર સર્વાઇકલ કેન્સર સહિત હાઇપર ટેન્શન અને ડાયાબિટીસની ઓળખ થશે. તે તમામને નિઃશુલ્ક નિદાન તેમજ સારવાર આપવાની જોગવાઈ કરાઈ છે. ત્યારે પહેલું સુખ તે જાતે નર્યા ની યુક્તિ અનુસાર તમામ લોકોએ કેન્દ્ર સરકારની આમુહીમમાં ભાગીદાર બનશે તો ઘાતક બીમારીઓ જીવલેણ બને તે પહેલા જ તમામનું નિદાન થઈ શકશે. જેથી દિનપ્રતિદિન વધતા જતા વિવિધ રોગો સામે કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરાયેલું આરોગ્યનુ આ કદમ મહત્વનું પુરવાર થશે તે નક્કી છે.

આ પણ વાંચો: અંબાલાલ પટેલની આગઝરતી આગાહી: માર્ચ મહિનામાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, ઉનાળો અગ્નિપરીક્ષા કરશે

ડ્રાઇવ થકી દર્દીઓનું ચેકઅપ
રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકાર દ્વારા અત્યંત ઘાતક ગણાતા બ્રેસ્ટ કેન્સર, સર્વાયકલ કેન્સર સહિત હાઇપર ટેન્શન અને ડાયાબિટીસ જેવી બીમારીઓને દૂર કરવા સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જિલ્લામાં વિવિધ સ્થળો પર ડ્રાઇવ થકી દર્દીઓનું ચેક અપ કરવામાં આવી રહ્યું છે. ત્યારે મોટાભાગના દર્દીઓ સિવિલ હોસ્પિટલ સહીત આરોગ્ય કેન્દ્ર ખાતે નિશુલ્ક ચેકઅપ કરાવી રોગનું નિદાન કરાવી રહ્યા છે. સાથે સાથે સરકાર દ્વારા ચલાવવામાં આવતા ડ્રાઈવ થકી ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને પણ તેનો ફાયદો થઈ રહ્યો છે.