January 22, 2025

ઋષિકેશ પટેલે 19 ફેબ્રુઆરી થી 29 માર્ચ સુધી ચાલનારા બજેટ સત્રની કરી ચર્ચા

Rushikesh Patel: કેબિનેટ બેઠક બાદ પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. 19 ફેબ્રુઆરી થી 29 માર્ચ સુધી ચાલનારા બજેટ સત્રની ચર્ચા કરવામાં આવી હતી. ઋષિકેશ પટેલે કહ્યું કે નાણાં મંત્રી કનું દેસાઈ રજૂ કરશે. કેપિટલ ઇન્વેસ્ટ અને ગુજરાતના વિકાસનું બજેટ હશે.

આ પણ વાંચો: ટેકાના ભાવે મગફળીની ખરીદી મુદ્દે અરવિંદ લાડાણીએ ફરી કહી આ વાત

ઋષિકેશ પટેલે શું કહ્યું
20 જાન્યુઆરી સુધી 11 હજાર 46 વાંધા અરજી મળી છે. જંત્રીના ભાવ વધારો અને ઘટાડો સહિત અલગ અલગ અરજીઓ વાંધા સૂચનો મળ્યા છે. ત્યારબાદ સરકાર આ મામલે નિર્ણય કરશે. સત્રના એક સપ્તાહ પહેલા ખ્યાલ આવશે. ક્યાં ક્યાં સરકારી વિદ્યક રજૂ કરવામાં આવશે. મુખ્યમંત્રી બધાને સાંભળી રહ્યા છે. બનાસકાંઠા નવ નિર્માણ માટે બંને જિલ્લામાં બને તેવું આયોજન કરવામાં આવશે. બનાસકાંઠા નવ નિર્માણ માટે બંને જિલ્લામાં બને તેવું આયોજન કરવામાં આવ્યું છે. મગફળી મામલે કરેલ આક્ષેપ અરવિદ લાડલીની ફરિયાદ મારા ધ્યાને આવી નથી. નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતનું રોસ્ટર પ્રમાણે સરકાર નક્કી કરે છે. 4 હજાર કરતા વધુ ગ્રામ પચાયતની ચૂંટણી પણ ટુંક સમયમાં આવશે. સ્થાનિકો સાથે બેઠક કરીને ચર્ચા કરી છે.