ભાદરવી પૂનમના મેળાની શરૂઆત પહેલા અંબાજી તરફ સંઘોનો ધસારો
અંબાજી: યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મહા મેળો યોજાવનાર છે તેને લઈને ટ્રસ્ટ દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. હવે ભાદરવી પૂનમના ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ભાદરવી પૂનમ પહેલા જ સંઘનો પ્રવાહ અંબાજી તરફ જોવા મળી રહ્યો છે. આજે, દાંતાના સુંદરણાથી અંબાજી દંડવત યાત્રા કરતો સંઘ અંબાજી આવી પહોંચ્યો.
આ સંઘમાં 300 થી વધુ માઈભક્તો જોડાયા છે. છેલ્લા 22 વર્ષથી આ સંઘ અવિરત પણે અંબાજી આવી રહ્યો છે. સુંદરણા ધામથી અલ્પેશ બાપજી આ સંઘ લઈને અંબાજી આવતા હોય છે.
ત્યારે, આ વખતે ભાદરવી પૂનમ પહેલા જ આ સંઘ અંબાજી આવી પહોંચ્યો છે. અંબાજી મંદિર દર્શન કરી ગબ્બર ખાતે જ્યોતના દર્શન કરવા પહોંચશે. યાત્રાધામ અંબાજી ‘બોલ માડી અંબે, જય જય અંબે’ના નાદથી હવે ગુંજી ઉઠી રહ્યું છે.