આજથી આ 5 નિયમમાં થશે ફેરફાર
Rules Change From 1 January 2025: આજથી ઘણા નિયમમાં ફેરફાર કરવામાં આવશે. જેની અસર સામાન્ય લોકો પર પડી શકે છે. આવો જાણીએ કે આજથી શું થશે ફેરફાર.
ગેરંટી વિના લોન
આજથી લોન સંબંધિત નિયમમાં ફેરફાર કરવામાં આવી શકે છે. જેમાં ખેડૂતોને ગેરંટી વગર લોન મળી રહેશે. 2 લાખ રૂપિયા સુધી લોન ગેરંટી વગર ખેડૂતો પ્રાપ્ત કરી શકે છે.
શેરબજારના નિયમો
આજથી શેરબજાર સંબંધિત નિયમોમાં ફેરફાર થઈ શકે છે. સેન્સેક્સ-50, સેન્સેક્સ અને બેન્કેક્સ સૂચકાંકોની માસિક સમાપ્તિમાં ફેરફાર કરવામાં આવશે. દર ત્રીજા અને છઠ્ઠા મહિને કોન્ટ્રાક્ટની સમાપ્તિ છેલ્લા મંગળવારે કરવામાં આવશે.
UPIની નવી ટ્રાન્ઝેક્શન મર્યાદા
UPI ફિચર ફોન યુઝર્સ માટે ફેરફાર કરવામાં આવી શકે છે. ટ્રાન્ઝેક્શનની મર્યાદામાં 5,000 ને બદલે 10,000 રૂપિયાનો વધારો કરવામાં આવી શકે છે.
એલપીજી સિલિન્ડરની કિંમત
ઓઇલ માર્કેટિંગ કંપનીના એલપીજીના દરોમાં સુધારો થઈ શકે છે. કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં વધારો કરવામાં આવી શકે છે. આવી સ્થિતિમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં ફેરફાર થઈ શકે છે.
ફિક્સ્ડ ડિપોઝિટ નિયમોમાં ફેરફાર
જો તમે પણ ફિક્સ ડિપોઝિટને લઈને ફેરફાર કરવામાં આવી શકે છે. ભારતીય રિઝર્વ બેંક દ્વારા FDના નિયમોમાં ફેરફાર કરવામાં આવી શકે છે. જેની માહિતી પહેલાથી જ આપવામાં આવી હતી. FDના કેટલાક નિયમો આજથી અમલમાં આવશે.