June 28, 2024

Credit Card Rule Change: 1 જુલાઈથી થશે આ બદલાવ

Rule Change For Credit Card: દર મહિનાની જેમ જુલાઈ 2024નો મહિનામાં પણ ઘણા ફેરફાર થવાના છે. તમને જણાવી દઈએ કે પહેલી તારીખથી જ ક્રેડિટ કાર્ડ દ્વારા કરવામાં આવતી બિલની ચુકવણી અંગેના નિયમોમાં ફેરફાર થઈ શકે છે.

બિલિંગ કરવાનું રહેશે
જો તમે પણ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો? તો અમે તમારા માટા ક્રેડિટ કાર્ડ સંબધિત માહિતી લઈને આવ્યા છીએ. ક્રેડિટ કાર્ડ પેમેન્ટ્સ સંબંધિત ફેરફારો 1 જુલાઈ, 2024થી લાગુ થવા જઈ રહ્યા છે. એક મોટો ફેરફાર ક્રેડિટ કાર્ડ દ્વારા કરવામાં આવતી બિલની ચુકવણી સાથે છે. રિપોર્ટ અનુસાર, RBIના નવા નિયમ અનુસાર, 1 જુલાઈથી, તમામ ક્રેડિટ કાર્ડ બિલની ચુકવણી ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ એટલે કે BBPS દ્વારા થવી જોઈએ. આ બાદ વ્યક્તિએ ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ (BBPS) દ્વારા બિલિંગ કરવાનું રહેશે. તમને જણાવી દઈએ કે આ નવા ફેરફારો સાથે હજૂ પણ ઘણી બેંક છે તેમાં ફેરફાર કરવામાં આવ્યો નથી. જેમાં HDFC બેંક, ICICI બેંક અને એક્સિસ બેંકનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: જો તમારી પાસે જીવન વીમા પોલિસી છે તો તમને લોન મળશે પણ આ શરતે

BBPS શું છે?
અહીં એ જાણવું ખૂબ જ જરૂરી છે કે આ BBPS એટલે શું. તમને જણાવી દઈએ કે આ બિલ પેમેન્ટની એક સંકલિત સિસ્ટમ છે. જે ગ્રાહકોને ઓનલાઈન બિલ પેમેન્ટ સર્વિસ પૂરી પાડે છે. ભારત બિલ પે એ એક ઇન્ટરફેસ છે જે ફોનપે, ક્રેડ સહિતના અન્ય ફિનટેક પ્લેટફોર્મ પર જોવા મળે છે. ક્રેડિટ કાર્ડ બિલની ચૂકવણી અલગ- અલગ પ્રકારના પ્લેટફોર્મ પરથી કરવાના બદલે તમે એક પ્લેટફોર્મ પરથી કરી શકશો.