December 28, 2024

મનમોહન સિંહના નિધન પર RSSએ વ્યક્ત કર્યો શોક, કહી આ વાત

Mohan Bhagwat: મનમોહન સિંહનું ગઈ કાલે મોડી રાતે અવસાન થયું છે. તેમની ઉંમર 92 વર્ષની હતી. દેશના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના નિધન પર RSSએ પણ શોક વ્યક્ત કર્યો છે.

આ પણ વાંચો: ‘પુષ્પા 2’ ની 22માં દિવસે કમાણી ઘટી, એમ છતાં તોડી શકે છે આ મોટો રેકોર્ડ

મનમોહન સિંહના નિધન પર શોક વ્યક્ત
મોહન ભાગવતે મનમોહન સિંહના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. કહ્યું કે ભારતમાં તેમના યોગદાનને હંમેશા યાદ રાખવામાં આવશે. એક સંયુક્ત નિવેદનમાં કહ્યું, “પૂર્વ વડાપ્રધાન અને દેશના વરિષ્ઠ નેતા ડૉ. મનમોહન સિંહના નિધનથી સમગ્ર રાષ્ટ્ર ખૂબ જ દુઃખી છે. “વિખ્યાત અર્થશાસ્ત્રી ડૉ. સિંહનું ભારતમાં યોગદાન હંમેશા યાદ રાખવામાં આવશે. અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે તેઓની આત્માને મોક્ષ મળે.