251 રૂપિયાના પ્લાને BSNLનું નસીબ ચમકાવ્યું, 251 GB ડેટા માટે ગ્રાહકોની લાઇન લાગી

BSNL: સરકારી ટેલિકોમ કંપની BSNLએ ટેલિકોમ ઉદ્યોગમાં હલચલ મચાવી દીધી છે. જુલાઈ 2024થી BSNL તેના પૂર્ણ સ્વરૂપમાં છે. એક તરફ કંપની ગ્રાહકો માટે તેના મોબાઇલ નેટવર્ક પર કામ કરી રહી છે, તો બીજી તરફ તે સતત નવા રિચાર્જ પ્લાન અને ઑફર્સ લાવી રહી છે. આ દરમિયાન BSNLએ એક એવો પ્લાન રજૂ કર્યો છે જેનાથી ખાનગી કંપનીઓનું ટેન્શન વધી ગયું છે.
BSNLએ તેના પોર્ટફોલિયોમાં એક એવો પ્લાન ઉમેર્યો છે જેના કારણે ગ્રાહકોની લાઈન લાગી ગઈ છે. BSNLનું આ રિચાર્જ એવા યુઝર્સો માટે ખૂબ જ આકર્ષક બનવાનું છે જેમને વધુ ઇન્ટરનેટની જરૂર હોય છે અથવા જેઓ વધુ OTT સ્ટ્રીમિંગ કરે છે. ચાલો તમને આ નવા રિચાર્જ પ્લાન વિશે સંપૂર્ણ માહિતી આપીએ.
સસ્તા પ્લાને ઘણી ચર્ચા જગાવી
ભારત સંચાર નિગમ લિમિટેડ એટલે કે BSNLએ તેના રિચાર્જ પ્લાનના લીસ્ટમાં 251 રૂપિયાનો શાનદાર પ્લાન સામેલ કર્યો છે. BSNLએ IPL સીઝનને ધ્યાનમાં રાખીને આ પ્લાન રજૂ કર્યો છે. કંપનીના આ નવા પ્લાનથી કરોડો ક્રિકેટ પ્રેમીઓને મોટી રાહત મળી છે. આ રિચાર્જ પ્લાનમાં મોબાઇલ ડેટા પ્રેમીઓને ઘણા પ્રકારના ફાયદા આપવામાં આવી રહ્યા છે.
BSNLનો 251 રૂપિયાનો પ્રીપેડ પ્લાન 60 દિવસની લાંબી વેલિડિટી સાથે આવે છે. આ રિચાર્જ પ્લાનમાં કંપની યુઝર્સને 251 GB હાઇ સ્પીડ ડેટા આપી રહી છે. BSNLએ આ રિચાર્જ પ્લાન મર્યાદિત સમયગાળાની ઓફર સાથે રજૂ કર્યો છે. જો તમે IPL મેચોનું લાઈવ સ્ટ્રીમિંગ જોવા માંગતા હો તો હવે તમારે ડેટા પેક પર વધુ પૈસા ખર્ચવા પડશે નહીં.
#Cricket fever just got hotter!
Get 251GB of high-speed data for just ₹251 and enjoy 60 days of non-stop cricket action. Stream every match, catch every score – because the game never stops!
Hurry up, Limited period offer!
Recharge now : https://t.co/BpQ0ErkyVX#BSNLIndia… pic.twitter.com/spmjxNQSZf
— BSNL India (@BSNLCorporate) March 29, 2025
કંપનીએ પોસ્ટ કરીને માહિતી આપી
તમને જણાવી દઈએ કે BSNLએ આ નવા રિચાર્જ પ્લાન વિશે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર સત્તાવાર રીતે પોસ્ટ કરીને માહિતી આપી છે. BSNLએ તેની પોસ્ટમાં લખ્યું છે કે 251 રૂપિયામાં 251 GB હાઇસ્પીડ ડેટા મેળવો અને 60 દિવસ સુધી નોન-સ્ટોપ ક્રિકેટ એક્શનનો આનંદ માણો. દરેક મેચ સ્ટ્રીમ કરો, દરેક સ્કોર જુઓ કારણ કે રમત ક્યારેય અટકતી નથી.
જો તમે આ રિચાર્જ પ્લાન લેવાનું વિચારી રહ્યા છો તો અમે તમને જણાવી દઈએ કે આ એક ડેટા પ્લાન છે. તેથી કંપની આમાં અનલિમિટેડ કોલિંગ કે SMS જેવી સેવાઓ પૂરી પાડતી નથી. કોલિંગ માટે તમારે અલગ રિચાર્જ પ્લાન લેવો પડશે. તમે આ રિચાર્જ પ્લાન BSNLની સત્તાવાર વેબસાઇટ અથવા BSNL સેલ્ફ કેર એપ પરથી મેળવી શકશો.