રાજસ્થાન અને ગુજરાત વચ્ચે આજે મહામુકાબલો, આ છે હેડ ટુ હેડ રેકોર્ડ

IPL 2025 ખૂબ જ રોમાંચક તબક્કામાં પહોંચી ગઈ છે. તમામ ટીમ પ્લેઓફમાં પહોંચવા માટે સખત પ્રયત્ન કરી રહી છે. આજે માનસિંહ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મેચ રમાશે. ત્યારે આવો જાણીએ બંને ટીમના હેડ ટુ હેડ રેકોર્ડ વિશે.
આ પણ વાંચો: IPL 2025: વિરાટ કોહલીએ છીનવી ઓરેન્જ કેપ, દાવેદારોની યાદી બદલાઇ ગઇ
સાઈ સુદર્શને બનાવ્યા
ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે અત્યાર સુધીમાં કુલ 7 મેચ રમાઈ રહી છે. જેમાં ગુજરાતની ટીમની 6 મેચમાં જીત અને રાજસ્થાનની ઓનલી 1 મેચમાં જીત થઈ છે. IPLમાં રાજસ્થાનની સામે ગુદરાતની ટીમનો હાથ ઉપર છે. આ સિઝનમાં બંને ટીમો આ પહેલા સામસામે આવી ગઈ છે. જેમાં ગુજરાતની ટીમની જીત થઈ હતી. આ મેચમાં સૌથી વધારે રન સાઈ સુદર્શને બનાવ્યા હતા. 82 રન તેણે ફટકાર્યા હતા. રાજસ્થાનનું પ્રદર્શન આ સિઝનમાં ખૂબ જ ખરાબ જોવા મળી રહ્યું છે. બીજી બાજૂ ગુજરાતની ટીમનું સૌથી સારું પ્રદર્શન આ સિઝનમાં જોવા મળ્યું છે. હવે જોવાનું રહ્યું આજની મેચમાં કોણ જીતે છે.