Rohitએ રાખ્યું ગંભીરનું માન, શ્રીલંકામાં વનડે સિરીઝ રમશે

Virat Kohli Play ODI Series Sri Lanka: ટીમ ઈન્ડિયાના નવા કોચ ગૌતમ ગંભીરે રોહિત શર્મા બાદ વિરાટ કોહલીને શ્રીલંકામાં વનડે સીરીઝ રમવા માટે મનાવી લીધો હોવાના અહેવાલ મળી રહ્યા છે. વિરાટ અને રોહિત શ્રીલંકા વિરૂદ્ધ વનડે સિરીઝ નહીં રમે, પરંતુ ગંભીરની વિનંતી પર, બંને દિગ્ગજ ખેલાડીઓ હવે આ શ્રેણી રમશે.

વનડે સિરીઝ રમવાનું કન્ફર્મ
રોહિત બાદ વિરાટ કોહલી પણ શ્રીલંકા પ્રવાસ પર વનડે સિરીઝ રમવાનું કન્ફર્મ થઈ ગયું છે. જોકે અત્યાર સુધી એવી માહિતી મળી રહી હતી કે વિરાટ કોહલી, રોહિત શર્મા અને જસપ્રિત બુમરાહ શ્રીલંકા સામેની ત્રણ મેચની વનડે શ્રેણી નહીં રમે. ત્રણેય દિગ્ગજ ખેલાડીઓને આરામ આપવામાં આવી રહ્યો છે. હવે માહિતી મળી રહી છે કે વિરાટ કોહલી પણ ODI સિરીઝ રમવા માટે તૈયાર છે. જો કે જસપ્રીત બુમરાહ શ્રીલંકા પ્રવાસ પર ટી-20 અને વનડે સિરીઝ નહીં રમે. બુમરાહને બંને ફોર્મેટની શ્રેણીમાં આરામ આપવાની વાત હજુ હતી તેમ જ છે. T20 વર્લ્ડ કપ જીત્યા બાદ રોહિત શર્મા અને વિરાટ કોહલીએ સંન્યાસ લઈ લીધો હતો. પરંતુ ગૌતમના કહેવાના કારણએ બંને ખેલાડીઓ હવે રમશે.

આ પણ વાંચો: માથા પર બોલ વાગતા બોલર ગંભીર રીતે ઘાયલ, લોહી વહેવા લાગ્યું

ટીમ ઈન્ડિયાની જાહેરાત
શ્રીલંકા સામેની ત્રણ મેચની T20 સીરીઝ અને ત્રણ મેચની ODI સીરીઝ માટે આજે ટીમ ઈન્ડિયાની જાહેરાત થઈ શકે છે. જોકે ગઈ કાલે થવાની સંભાવના હતી પરંતુ ગઈ કાલે થઈ હતી નહીં. તમને જણાવી દઈએ કે મુખ્ય કોચ ગૌતમ ગંભીર મુખ્ય પસંદગીકાર અજીત અગરકર અને સચિવ જય શાહ સાથે પસંદગીની બેઠકનો ભાગ હશે. એક માહિતી પ્રમાણે ટી-20 શ્રેણીમાં ટીમ ઈન્ડિયાની કમાન સૂર્યકુમાર યાદવ સંભાળી શકે છે.