December 26, 2024

રોહિત શર્માની પત્નીએ પુત્રનું નામ કર્યું જાહેર, શેર કરી પોસ્ટ

Rohit Sharma Wife Ritika Sajdeh: રોહિત શર્માની ગણતરી મહાન ખેલાડીઓમાં કરવામાં આવે છે. રોહિતના દમ પર ટીમ ઈન્ડિયાએ ઘણી મેચમાં જીત પ્રાપ્ત કરી છે. તેની કપ્તાની હેઠળ ટીમ ઈન્ડિયાએ મે T20 વર્લ્ડ કપ 2024નો ખિતાબ જીત્યો હતો. આ બાદ તેણે T20Iમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી હતી. રિતિકા સજદેહ સાથે તેના મેરેજ થયા છે. વર્ષ 2018માં પહેલા સંતાનમાં પુત્રીનો જન્મ થયો છે. હવે રોહિતના ઘરે ફરી ખુશીઓ આવી છે. તેના ઘરે પુત્રનો જન્મ થયો છે. આ સમયે રિતિકા સજદેહે સોશિયલ મીડિયામાં એક પોસ્ટ શેર કરી છે.

રિતિકા સજદેહે સોશિયલ મીડિયા પોસ્ટ શેર કરી
રોહિત શર્માની પત્ની રિતિકા સજદેહે એક પોસ્ટ શેર કરી છે. જેમાં ક્રિસમસની થીમ પર તેના પુત્રનું નામ અહાન’ લખવામાં આવ્યું છે. આ ફોટોમાં તેણે ક્રિસમસનું હેશટેગ પણ મૂક્યું છે. તમને જણાવી દઈએ કે અહાન નામના ઘણા અર્થ થાય છે શુભ સવાર, અને પ્રકાશનું પ્રથમ કિરણ. પોતાના પુત્રના જન્મને કારણે રોહિત ઓસ્ટ્રેલિયા સામે ચાલી રહેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીનો ભાગ રમી શક્યો ના હતો. હવે બીજી ટેસ્ટમાં તે રમી શકે તેવી સંભાવનાઓ છે.