IND vs NZ: રોહિત શર્મા ધોનીના આ મહાન રેકોર્ડની કરી લેશે ફાઇનલમાં બરાબ

IND vs NZ: રોહિત શર્માની કપ્તાની હેઠળ ટીમ ઈન્ડિયાનું શાનદાર પ્રદર્શન રહે છે. ટીમ ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં અત્યાર સુધીમાં ટીમ ઈન્ડિયા એક પણ મેચ હાર્યા વગર ફાઇનલમાં પહોંચી ગઈ છે. હવે ફાઇનલ મેચ 9 માર્ચેના યોજાશે. રોહિત શર્મા ફાઇનલ મેચમાં ધોનીનો રેકોર્ડ તોડી શકે છે. આવો જાણીએ આ રેકોર્ડ વિશે.
આ પણ વાંચો: શું ચેમ્પિયન્સ ટ્રોફી પછી રોહિત શર્મા કેપ્ટનશીપ ગુમાવશે?
સૌથી વધુ ICC ફાઇનલમાં ભારતનું નેતૃત્વ કરનાર ખેલાડીઓ
- મહેન્દ્ર સિંહ ધોની – 4 મેચ
- રોહિત શર્મા – 3 મેચ
- સૌરવ ગાંગુલી – 3 મેચ
- વિરાટ કોહલી – 2 મેચ
- કપિલ દેવ – 1 મેચ
ધોનીની બરાબરી કરવાની આ સુવર્ણ તક
રોહિત શર્માએ અત્યાર સુધીમાં 3 ICC ફાઇનલમાં ભારતીય ટીમની કમાન સંભાળી છે. 2023નો ODI વર્લ્ડ કપ, 2023નો વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ અને 2024નો T20 વર્લ્ડ કપનો સમાવેશ થાય છે. રોહિત ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ટોસ કરતાની સાથે જ દિગ્ગજ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની બરાબરી કરી લેશે. મહેન્દ્ર સિંહ ધોનીએ ચાર ICC ફાઇનલમાં ભારતીય ટીમની કમાન સંભાળી હતી. જેમાં ODI વર્લ્ડ કપ 2011, T20 વર્લ્ડ કપ 2007, ચેમ્પિયન્સ ટ્રોફી 2013, T20 વર્લ્ડ કપ 2014 ની અંતિમ મેચોમાં ભારતીય ટીમનું નેતૃત્વ કર્યું.